GSTV
Home » News » દેવશયની એકાદશીની સાથે હવે નહી થાય 3 મહિના સુધી કોઈ શુભ કામ, સાથે જ આજે આ કામ કરવું છે વર્જિત

દેવશયની એકાદશીની સાથે હવે નહી થાય 3 મહિના સુધી કોઈ શુભ કામ, સાથે જ આજે આ કામ કરવું છે વર્જિત

આજે અષાઢ શુકલ પક્ષની એકાદશી તિથિ શુક્રવારનો દિવસ છે. આજે હરિશયની એકાદશી છે. તેને દેવશયની, યોગનિંદ્રા અથવા તો પદ્મનાભા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આજથી ભગવાન વિષ્ણુ વિશ્રામ માટે ક્ષીર સાગરમાં જતા રહેશે. પુરા ચાર મહિના સુધી ભગવાન ત્યાં જ રહેશે. ભગવાન શ્રી હરિના આ શયનકાળના ચાર મહિનાને ચાતુર્માસના નામથી ઓળખવામાં આવે છે. અથવા તો એમ કહી શકાય કે, અષાઢ શુક્લ પક્ષની એકાદશીથી લઈને કારતક શુક્લ પક્ષની એકાદશી સુધીના ચાર મહિનાને ચાતુર્માસથી ઓળખવામાં આવે છે.

ચાતુર્માસનાં આરંભ થવાની સાથે જ આજ પછીથી એટલેકે કાલથી આગામી ચાર મહિના સુધી લગ્ન જેવા શુભકાર્યો બંધ થઈ જશે. લગ્ન જેવાં શુભકાર્યો હવે સીધા ચાર મહિના બાદ કારતક શુક્લ પક્ષની દેવાત્થાની અથવા તો પ્રબોધની એકાદશીથી શરૂ થશે. આ વખતે દેવશયની એકાદશીમાં બે શુભ યોગની સાથે જ એક ખાસ નક્ષત્ર બની રહ્યો છે. આ શુભ દિવસે સર્વાર્થસિદ્ધ યોગની સાથે રવિ યોગ બની રહ્યો છે. જ્યારે બીજી તરફ વિશાખા નક્ષત્ર બની રહ્યો છે. જેને કારણે આ દિવસનું મહત્વ ઘણું વધી ગયુ છે.

દેવશયની એકાદશીએ આ કામ ન કરવા

  • એકાદશી પર ક્યારેય દાંતણથી દાંત સાફ કરવા જોઈએ નહી, એવું એટલા માટે કે એકાદશીનાં દિવસે કોઈ પણ ઝાડની ડાળીને તોડવા પર ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે.
  • એકાદશીના દિવસે આળસ કરવી વર્જિત માનવામાં આવે છે એટલે એવું ન કરવું જોઈએ
  • એકાદશીની રાતે પલંગ પર સુવુ જોઈએ નહી, એવું કરવાથી વ્રત ફળતું નથી.
  • એકાદશીમાં ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ, તેની જગ્યાએ તલનો ઉપયોગ કરવો જોઈએ,શાસ્ત્રો મુજબ એકાદશીમાં ચોખાનું સેવન કરવાથી મન ચંચળ બને છે.
  • ભગવાન વિષ્ણુને ભોગ તુલસીનાં પાનની સાથે લગાવવો જોઈએ
  • એકાદશીના દિવસે ખોટું બોલવું જોઈએ નહી, મનને શાંત રાખવું જોઈએ. તેની સાથે જ નશીલા પદાર્થોના સેવનથી બચવું જોઈએ.

READ ALSO

Related posts

સોનભદ્ર નરસંહારઃ 90 વિઘા જમીન મામલો, જેમાં બે જૂથ અથડામણમાં થઈ ગયા લાશોના ઢગલા

Arohi

દુનિયાના સૌથી મોટા ડ્રગ માફિયા અલ ચેપોને મળી મોત બાદ પણ 30 વર્ષની સજા

Bansari

Maruti WagonR ઇલેક્ટ્રિક કાર આવતા વર્ષે ઓટો એક્સપોમાં થશે લોન્ચ, 150 કિમીની મળશે માઈલેજ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!