મથુરા નગરીમાં આવેલા કૃષ્ણ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તોએ લાલાના વધામણા કર્યાં

ભગવાન કૃષ્ણએ જ્યાં જન્મ લીધો હતો તે મથુરા નગરીમાં આવેલા કૃષ્ણ મંદિરમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. અને લાલાના વધામણા કર્યાં હતા. મથુરામાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ભક્તોનો પ્રવાહ ધસી આવ્યો છે. જન્મોત્લવ બાદ બાળ ગોપાલને પારણામાં ઝુલાવીને લોકોએ ધન્યતાનો અહેસાસ કર્યો. હિંદુ અવતારવાદ અને ભાગવત પુરાણ પ્રમાણે કૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર છે. તેઓ વસુદેવ અને દેવકીનાં પુત્ર છે. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ મથુરાનાં કારાગૃહમાં જન્મ, અને પછી તુરંત તેમના પિતા તેમને યમુના નદી પાર કરી ગોકુળમાં નંદરાય અને યશોદાને ત્યાં મુકી આવ્યાની કથા જાણીતી છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter