ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજમાં આવતી કાલથી કુંભમેળાની શરૂઆત થવાની છે. સુર્ય ઉગતાની સાથે ત્રિવેણી સંગમમાં કુંભનું રહેલુ અને મકરસંક્રાતિનું શાહી સ્નાન થવાનું છે. આ શાહી સ્નાનનું ઘણું મહત્વ રહેલુ છે. કહેવાય છે કે, કુંભનું શાહી સ્નાન જન્મ અને મૃત્યુના ચ્રકમાંથી મુક્તિ અપાવે છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં ડુબકી લગાવવાથી મનુષ્યના તમામ પાપ ધોવાઈ જાય છે. કુંભમાં તમામ સ્નાનનું અલગ અલગ મહત્વ રહેલુ છે. જેમા શાહી સ્નાનનુ પણ અનેરૂ મહત્વ છે. શાહી સ્નાનને રાજયોગી સ્નાન તરીકે ઓળખવામાં આવે છે. શાહી સ્નાન બાદ સૂર્યને જળ ચઢાવી ચોખા અને તલનું દાન કરવામાં આવે છે. શાહી સ્નાનમાં માઘ સ્નાનનું પણ વિશેષ મહત્વ હોય છે. જેમા અનેક અખાડાના સાધુ સંતો મોક્ષની ડુબકી લગાવે છે.

કુંભ મેળામાં શાહી સ્નાનનું ઘણું મહત્વ રહેલુ છે. કહેવાય છે કે, કુંભનું શાહી સ્નાન જન્મ અને મૃત્યુના ચ્રકમાંથી મુક્તિ અપાવે છે. આ વખતે કુંભ મેળામાં આઠ જેટલા શાહી સ્નાન થવાના છે.
કુંભ મેળામાં સૌથી વધુ મહત્વ શાહી સ્નાનનું હોય છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં ડુબકી લગાવવાથી મનુષ્યના તમામ પાપ ધોવાઈ જાય છે. કુંભમાં તમામ સ્નાનનું અલગ અલગ મહત્વ રહેલુ છે. જેમા શાહી સ્નાનનુ પણ અનેરૂ મહત્વ છે. શાહી સ્નાનને રાજયોગી સ્નાન તરીકે ઓળખવામાં આવે છે. કુંભ મેળામાં ક્યારે શાહી સ્નાન થવાના છે તેના પર નજર કરીએ તો.

શાહી સ્નાન બાદ સૂર્યને જળ ચઢાવી ચોખા અને તલનું દાન કરવામાં આવે છે. શાહી સ્નાનમાં માઘ સ્નાનનું પણ વિશેષ મહત્વ હોય છે. જેમા અનેક અખાડાના સાધુ સંતો મોક્ષની ડુબકી લગાવે છે.
દુનિયાના સૌથી મોટા ધાર્મિક મેળામાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબલી લગાવવા આવે છે. આ વખથે પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામા આવ્યુ છે. પૂર્ણ કુંભમાં 15 જાન્યુઆરીથી 4 માર્ચ સુધી યોજાવાન છે.

કુંભમેળાની શરૂઆત અને ઈતિહાસ
કુંભમેળાની શરૂઆત સમુદ્ર મંથનથી થઈ હોવાનું માનવામાં આવે છે. મંદાર પર્વત અને વાસુકિ નાગની સહાયથી દેવતા અને અસુરોએ સમુદ્ર મંથન શરૂ કર્યુ ત્યારે 14 રત્ન નિળ્યા હતાય જેમાથી 13 રત્નો દેવતા અને અસુરો વચ્ચે વેચી દેવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે કળશમાંથી અમૃત ઉત્પન થયુ ત્યારે દેવતા અને અસુરો વચ્ચે યુદ્ધ શરૂ થયુ હતું. અમૃતનું સેવન કરવાથી અમરત્વ મળતુ હોવાથી દેવતા અમૃતનું એક ટીપુ અસુરોને આપવા માટે તૈયાર નહોતા. ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કરીને કળશ પોતાની પાસે રાખ્યો હતો. આ કળશને ઈન્દ્રના પુત્ર જયંતને આપવામાં આવ્યો હતો. જયંત કળશ લઈને ભાગી રહ્યો હતો ત્યારે અમૃત ધરતી પર ઢોળાયુ. અમૃતના ટીપા હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જેનમાં પડ્યા હતા. જ્યાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
- બિપાશા બાસુએ બોલ્ડ અંદાજમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી, 43 વર્ષની ઉંમરે એક્ટ્રેસ બનશે માતાઃ ફોટો જોતાં તમે પણ આહ પોકારી જશો
- ફૂટબોલના રસ્તા પર ચાલી રહ્યું છે ક્રિકેટ, કપિલ દેવને સતાવી રહી છે આ વાતની ચિંતા
- હિંદુ ધર્મમાં પવિત્ર પ્રતિક મનાતા સ્વસ્તિક પર ઓસ્ટ્રેલિયાએ મૂક્યો પ્રતિબંધ, કેનેડાએ અગાઉ આ બાબતે માગવી પડી હતી માફી
- સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ
- ટાર્ગેટ કિલિંગ/ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ બે કાશ્મીરી હિંદુ ભાઇઓ પર અંધાધૂંધ વરસાવી ગોળીઓ, એકનું મોત
દર 12 વર્ષે કુંભ મેળાના આયોજન પાછળ પણ એક પૌરાણિત મહત્વ રહેલુ છે. ઈન્દ્રના પુત્ર જયંતને અમૃતના કળશને સ્વર્ગમાં લઈ જતા 12 દિવસનો સમય લાગ્યો હતો. દેવતાઓને એક દિવસ ધરતી પર એક વર્ષ સમાન હોય છે. જેથી દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. કુંભમેળાના બે પ્રકાર હોય છે : અર્ધ કુંભ અને પૂર્ણ કુંભ. અર્ધ કુંભ દર 6 વર્ષે યોજાય છે. જ્યારે પૂર્ણ કુંભ 12 વર્ષે યોજાય છે.