GSTV

અંબાજી મંદિરે જતા ભક્તો સાવધાન, તમારી સાથે થઈ શકે છે આવી છેતરપિંડી

Last Updated on August 20, 2019 by

જો તમે યાત્રાધામ અંબાજી તરફ જઈ રહ્યા હો તો આ સમાચાર આપે જોવા ખૂબ જ જરૂરી છે. શક્તિપીઠ અંબાજીમાં ગુજરાતભરમાંથી અને દેશભરમાંથી આવતા માઇ ભકતોને અંબાજી શહેરમાં પ્રવેશતાની સાથે જ બાઇકો અને સાયકલ લઈને ઉભેલા પ્રસાદના ફોલ્ડરિયાઓ મંદિર દર્શનના નામે માઈ ભક્તોને અવળા માર્ગે લઈ જઈ પોતાની નક્કી કરેલી પ્રસાદની દુકાનથી પ્રસાદ અપાવીને લાંબા ચક્કર ખવડાવે છે.

આવા ફોલ્ડર્સને પોલીસ હટાવતી નથી અને રોજના હજારો માઈ ભક્તો લુંટાઈ રહ્યા છે. આવા ફોલ્ડરીયા મોટાભાગે ખોડિવડલી સર્કલ, જુનાનાકા સ્ટેન્ડ તેમજ અંબાજી મંદિરના વિવિધ માર્ગો ઉપર ઉભા રહી માઈ ભક્તોને લૂંટી રહ્યા છે. પોલીસ પણ આ વાતને જાણતી હોવા છતા અજાણ બનીને કોઈજ કાર્યવાહી કરતી નથી. કેટલાક ફોલ્ડર્સ રોડની વચ્ચે ઊભા રહી ગમે ત્યાં પાર્કિંગ કરાવી ટ્રાફિક જામની સ્થિતી પણ સર્જી રહ્યા છે. તો કેટલાક ફોલ્ડર્સ અંબાજી મંદિરના ગાર્ડ સાથે સેટિંગ કરી વીઆઇપી એન્ટ્રી કરાવી રૂપિયા બનાવી રહ્યા છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!