GSTV
Home » News » શું તમે જાણો છો ? ટીવી ઈન્ડસ્ટ્રીની આ પાંચ ગ્લેમરસ સ્ટાર છે ડિવોર્સી

શું તમે જાણો છો ? ટીવી ઈન્ડસ્ટ્રીની આ પાંચ ગ્લેમરસ સ્ટાર છે ડિવોર્સી

ભારતની ટીવી ઈન્ડસ્ટ્રી ગ્લેમર વર્લ્ડના કારણે ઘર ઘરમાં પોપ્યુલર છે, પણ આ સ્મોલ સ્ક્રિનમાં પણ કેટલીક એવી સાસ અને વહુઓ છે, જેમના છુટાછેડા થઈ ગયા હોવાથી હાલ સિંગલ છે. મોટાભાગે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ડિવોર્સ થતા ખબરો વાયરલ થઈ જતી હોય છે, પરંતુ સ્મોલ સ્ક્રિનમાં એ નથી જોવા મળતું ત્યારે આવો જાણીએ ટેલિવુડની એ ડિવોર્સી સ્ટાર્સને

સ્નેહા વાઘ

  • સ્નેહા ધારાવાહિક સિરિયલોમાં મા અને સાસુના કિરદારમાં પોપ્યુલર છે, વર્ષ 2015માં ઈન્ટિરીયલ ડિઝાઈનર અનુરાગ સોલંકી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ અફસોસ કે તેમનું લગ્નજીવન વધારે સમય ટકી ન શક્યું અને લગ્નના આઠ મહિનામાં જ બંન્નેને અલગ થવાનો વારો આવ્યો.

જેનિફર વિંગેટ

  • ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રી જેનિફર વિંગેટે વર્ષ 2012માં હાલ બિપાશા બાસુના પતિ તરીકે લોકપ્રિય એવા કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. કરણના ઓલરેડી આ બીજા લગ્ન હતા. પરંતુ બંન્ને વચ્ચે તાલમેલ ન સધાતા અલગ થવાનો નિર્ણય લીધો.

દલજીત કૌર

  • દલજીતે ટીવી સ્ટાર શાલીન ભનૌટ સાથે વૈવિશાળ કર્યું હતું. 2009માં આ બંન્નેએ પ્રભૂતામાં પગલાં પાડ્યા અને સાત વર્ષ પછી 2015માં આ લગ્ન જીવનનો અંત આવ્યો.

રશ્મિ દેસાઈ

  • ગુજરાતી ફિલ્મ સુપરસ્ટારમાં ચમકેલી રશ્મિ દેસાઈ તો ઘર ઘરના ઈડિયટ બોક્સમાં ફેમસ છે, 2012માં સ્ટાર નંદિશ સિંહ સાથે લગ્ન કરેલા, અને લગ્નજીવન લાંબુ ન ટકતા વર્ષ 2016માં બંન્ને અલગ થયા.

કામ્યા પંજાબી

  • સિરીયલોમાંથી ખોવાય ગયેલી અને બિગબોસથી લાઈમલાઈટમાં આવેલી કામ્યા પંજાબીએ 2003માં લગ્ન કર્યા હતા. પરંતુ  સિરીયલની આ લેડી વિલનનું લગ્નજીવન પણ વિલેનિયસ સાબિત થયું. અને બંટી નેગી સાથેનું લગ્નજીવન 2013માં તલાકમાં પરિણમ્યું.

Related posts

Twitter થયું કડક, નેતાઓના વિવાદીત ટ્વિટને લાઈક અથવા શેર નહીં કરી શકે યૂઝર

Kaushik Bavishi

વડોદરામાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને આરોગ્ય વિભાગના દરોડા

Nilesh Jethva

ફોન નહીં પોતાને રાખો સ્વિચ ઓફ, જાણો સ્ટ્રેસ દુર કરવાની સાચી રીત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!