હાઇપ્રોફાઇલ મર્ડર કેસમાં સામે આવ્યું ‘ગોપી વહુ’નું નામ, આ રીતે થયો ખુલાસો

મુંબઇમાં એક મોટા હીરા વેપારીના નિધનથી સનસની ફેલાઇ ગઇ હતી. પનવેલ વિસ્તારમાં 57 વર્ષીય હીરા વેપારી રાજેશ્વર કિશોરીલાલ ઉડાનીનું શબ કારમાંથી મળી વ્યું છે. પોલીસે કપડા અને જૂતાની મદદથી તેમની ઓળખ કરી છે. તેવામાં આ હાઇપ્રોફાઇલ કેસમાં ટીવીની એક મોટી એક્ટ્રેસનું નામ સામે આવ્યું છે.

પોલીસે જણાવ્યા અનુસાર 28 નવેમ્બરના રોજ રાજેશ્વર ઘરેથી નીકળ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ થોડા સમયમાં જ પરત આવશે પરંતુ બીજા દિવસે સવાર સુધી તેમનો કોઇ પત્તો ન હતો. તે બાદ ઘરના સભ્યોએ પોલીસ કેસ કર્યો. તપાસમાં પોલીસે રાજેશ્વરની કૉલ ડિટેલ્સ કઢાવી. જેમાં અનેક યુવતીઓ સહિત ટીવી એક્ટ્રેસના નામનો પણ ખુલાસો થયો છે. સાથે જ તેમાં ડાન્સ બાર ગર્લ્સના નામ પણ સામેલ છે.

કહેવામાં આવે છે કે રાજેશ્વર અવારનવાર બારમાં જતાં હતા. ટીવી સીરીયલ સાથ નિભાના સાથિયામાં ગોપી વહુનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ દેવલીના ભટ્ટાચાર્યનું નામ પણ સામે આવ્યું છે. પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે.

દેવોલીના ઉપરાંત પોલીસે અન્ય 20 લોકોના નિવેદન નોંધ્યા છે જો કે હજુ સુધી પોલીસ કોઇપણ તારણ સુધી પહોંચી શકી નથી. સીસીટીવીથી ખુલાસો થયો છે કે રાજેશ્વર બીજી કાર મારફતે મુંબઇથી નવી મુંબઇ તરફ જતાં જોવા મળ્યાં હતા.

સીરીયલ ઉપરાંત દેવોલીના સોશિયલ મીડિયા પર હૉટ ફોટોઝ શેર કરીને ચર્ચામાં રહે છ. દેવોલીના પોતાના ફેન્સ માટે અવારનવાર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ટીવીની સંસ્કારી વહુની છવિ બદલવા માટે તે પોતાના હૉટ ફોટોઝ શેર કરતી રહે છે જેથી બોલીવિડમાં એન્ટ્રી લેવી સરળ બની જાય.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter