GSTV
Gujarat Government Advertisement

કોરોના ઈફેક્ટ/ વિશ્વના એશિયાના વિકાસશીલ દેશોમાં 60 વર્ષની સૌથી ભયંકર મંદીનો માહોલ, વિકાસ રહેશે માઇનસમાં

Last Updated on September 16, 2020 by pratik shah

સમગ્ર વિશ્વ હાલ જીવલેણ કોરોના વાયરસની સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે બીજી તરફ વધુ એક ચોંકાવનારા સામાચાર સામે આવ્યા છે. જેમાં એશિયામાં વિકાસશીલ દેશોના અર્થતંત્રમાં છેલ્લા 60 વર્ષની સૌથી ભયંકર મંદી જોવા મળશે તેમ એશિયન ડેવલોપમેન્ટ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે. એડીબી દ્વારા જારી કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે એશિયા પેસિફિકના 45 દેશોના આિર્થક વિકાસમાં 0.7 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.

છેલ્લા 60 વર્ષમાં પ્રથમ વખત જોવા મળશે

આ ઘટાડો છેલ્લા 60 વર્ષમાં પ્રથમ વખત જોવા મળશે. જો કોરોનાવાઇરસનો પ્રસાર અટકશે નહીં તો સિૃથતિ વધુ ખરાબ થશે. એશિયન ડેવલોપમેન્ટ બેંકે એશિયાના અનેક દેશોના આિર્થક વિકાસના અંદાજમાં ઘટાડો કર્યો છે. ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આ દેશોના આિર્થક વિકાસના અંદાજમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

એક ચોંકાવનારા સામાચાર સામે આવ્યા

ઉલ્લેખનીય છે કે એડીબીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીની જ્યાંથી શરૂઆત થઇ તેવા ચીનના અર્થતંત્રમાં સુધારો થઇ રહ્યો છે અને ચાલુ વર્ષે ચીનનો આર્થિક વિકાસ 1.8 ટકા રહેવાનો અંદાજ છે. આગામી વર્ષે એટલે કે 2021માં ચીનનો આિર્થક વિકાસ 7.7 ટકા રહેવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે 2019માં ચીનનો જીડીપી 6.1 ટકા રહ્યો હતો. જે છેલ્લા કેટલાક દાયકાઓનો સૌૈથી ઓછો છે.  અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એશિયામાં મેડિકલ પ્રોડ્ક્ટ, ડિજિટલ અને ઓપ્ટિકલ ઉપકરણોનું મોટા પાયે ઉત્પાદન થાય છે. એશિયાના વિકાસશીલ દેશોમાં જોવા મળી રહેલી મંદી 1960ના દાયકા પછીની સૌથી મોટી છે.

ચીનના અર્થતંત્રમાં સુધારો થઇ રહ્યો છે

એડીબીના મુખ્ય અર્થશાસ્ત્રી યાસુયુકી સ્વાદાના જણાવ્યા અનુસાર લાખો લોકોને ગરીબીમાંથી બહાર લાવવાના પ્રયત્નોને મોટો આંચકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાવાઇરસનો પ્રસાર અટકાવવા માટે મોટા ભાગના દેશોએ  લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉનને કારણે આૃર્થતંત્રને મોટા પાયે નુકસાન થયું છે.

કોરોનાને કારણે દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયના દેશોના આૃર્થતંત્રોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડમાં એપ્રિલથી જૂન સુધીના કવાર્ટરમાં જીડીપીમાં 10 ટકાથી વધારે ઘટાડો નોંધાયો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અર્થતંત્રમાં રિકવરી માટ સરકાર દ્વારા મોટા પાયે ખર્ચ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યમાં આજ રોજ ફરી કોરોનાના કેસમાં વધારો, છેલ્લાં 24 કલાકમાં જ સામે આવ્યાં 11,017 નવા કેસ, જાણો મોતનો આંક કેટલો?

Dhruv Brahmbhatt

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta

તામિલનાડુ સરકારની મોટી જાહેરાત, કોરોના ડયુટી દરમ્યાન ‘શહીદ’ થયેલ 43 ડોક્ટર્સ-ફ્રન્ટલાઈન વર્કર્સના પરિવારને અપાશે 25-25 લાખ રૂપિયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!