GSTV

ગજબ/ હવામાં જ કોરોનાને પકડી લેશે આ ખાસ ડિવાઇસ, મોઢામાં આંગળા નાંખી દેશો એટલી છે કિંમત

કોરોના

કોરોના વાયરસ કોઈ જગ્યાએ હવામાં હાજર છે કે નહીં? આગામી દિવસોમાં તે શોધવાનું સરળ થઈ શકે છે. કેનેડિયન કંપનીએ દાવો કર્યો છે કે તેણે એક ગેમ ચેન્જિંગ ડિવાઇસ બનાવ્યું છે જે હવામાં કોરોના વાયરસ શોધી શકે છે.કંટ્રોલ એનર્જી કોર્પ (Kontrol Energy Corp) નામની કંપની ઇનડોર એર ક્વોલિટી અને મોનિટરિંગ ઇક્વિપમેન્ટ બનાવવાનું કામ પહેલાથી જ કરતી આવી છે. કોરોના મહામારી શરૂ થયા બાદ કંપનીએ કોરોના વાયરસની ઓળખ કરતી ડિવાઇસ તૈયાર કરવાનું કામ શરૂ કર્યુ હતું.

કેનેડિયન કંપનીએ તૈયાર કર્યુ આ ડિવાઇસ

કંપનીએ કેનેડાના ઓન્ટરિયોની બે લેબ્સમાં કોરોના વાયરસ ઉપર રિસર્ચ કર્યા બાદ બાયોક્લાઉડ (BioCloud)  નામથી એક ડિવાઇસ તૈયાર કર્યુ. આ ડિવાઇસ હેન્ડ ડ્રાયર જેવુ દેખાય છે પરંતુ તે હવા અંદર તરફ ખેંચે છે અને પછી તે હવાનું વિશ્લેષણ કરીને તપાસ કરે છે.

એક અહેવાલ અનુસાર, કંપનીનું કહેવુ છે કે તેની ડિવાઇસ તે શોધી શકે છે કે કોઇ ખાસ જગ્યા પર હવામાં વાયરસ છે કે નહી, જો રિઝલ્ટ પોઝિટિવ આવે તો ત્યાં હાજર લોકોની અલગથી તપાસ કરી શકાય છે. ક્લાસરૂમ અથવા ઑફિસમાં પણ આ ડિવાઇસ ઘણી ઉપયોગી સાબિત થઇ શકે છે.

જાણો આ ખાસ ડિવાઇસની કિંમત

કેનેડાની વેસ્ટર્ન યુનિવર્સિટીમાં માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડેવિડ હેનરિક્સે બાયોક્લાઉડ ડિવાઇસની ટેસ્ટિંગ કરી છે. કંપની નવેમ્બર સુધી આ ડિવાઇસને બજારમાં લોન્ચ કરશે. જેની કિંમત આશરે 8.8 લાખ રૂપિયા હશે. કંપનીને દુનિયાભરમાંથી ઓર્ડર મળવાનું શરૂ થઇ ગયુ છે. હાલ કંપની દર મહિને 20 હજાર યુનિટ તૈયાર કરી શકે છે.

Read Also

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!