GSTV

નવરાત્રિના છઠ્ઠા દિવસે કરો મા કાત્યાયની દેવીની પૂજા, એમ જ નથી લેવાતું આરતીમાં માનું નામ

નવલા નોરતામાં મા આદ્યશકિતની આરાધના થઇ રહી છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધનાનું વિશેષ મહત્વ છે. પ્રસિદ્ધ ઋષિ કાત્યાયને માતાજીની કઠોર તપસ્યા કરીને માતાજીને પ્રસન્ન કર્યાં હતાં. થોડા સમય પછી જ્યારે મહિષાસુર રાક્ષસનો અત્યાચાર વધી ગયો ત્યારે તેનો વિનાશ કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાનાં તેજ અને અંશ વડે દેવીને ઉત્પન્ન કર્યાં. મર્હિષ કાત્યાયને તેમની પૂજા કરી. તેથી તેઓ કાત્યાયની તરીકે ઓળખાયાં.

મહર્ષિ કાત્યાયનને ત્યાં તેમણે પુત્રી રૂપે જન્મ લીધો હતો

આદ્યશક્તિ મા દુર્ગાનું છઠ્ઠુ સ્વરૂપ એટલે કાત્યાયની દેવી. આજના દિવસે સાધકનું મન આજ્ઞા ચક્રમાં સ્થિત હોય છે. યોગ સાધનામાં આજ્ઞા ચક્રનું વિશેષ મહત્વ હોય છે. મહર્ષિ કાત્યાયને તેમની સૌપ્રથમ પૂજા કરી હતી. અને મહર્ષિ કાત્યાયનને ત્યાં તેમણે પુત્રી રૂપે જન્મ લીધો હતો. માતાએ અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના દિવસે જન્મ લીધો હતો. તેથી તેમને કાત્યાયની કહેવામાં આવે છે. વ્રજ મંડલની અધિષ્ઠાતી દેવી એટલે મા કાત્યાયની. તેમનું વાહન સિંહ છે. મા કાત્યાયનીનું સ્વરૂપ ચમકદાર અને સૂર્યજોમ પ્રખર છે. તેમની ચાર ભુજાઓ છે. મા કાત્યાયનીની પૂજા કરવાથી સરળતાથી ફળ પ્રાપ્તિ થાય છે. તેમના સ્મરણથી રોગોનો પણ નાથ થાય છે. અને તેઓ અમોઘ ફળદાયી છે.

આવું છે મા કાત્યાયની માનું સ્વરૂપ

કાત્યાયની દેવીને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં પદ્મ એટલે કે કમળ ધારણ કરેલું છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામની તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે.  પૌરાણિક કથા પ્રમાણે ઋષિ કતને કાત્યા નામક એક પુત્ર હતો. ઋષિ કતને પુત્રીની મહેચ્છા હતી. તેમણે ઉગ્ર તપસ્યા દ્વારા દેવી પાસેથી પોતાની પુત્રી સ્વરૂપે અવતરવાનું વરદાન પ્રાપ્ત કર્યું. અને આમ દેવી દુર્ગાનાં અવતાર એવા કાત્યાયની સ્વરૂપે ઋષિ કતને ત્યાં જનમ્યા હતા.

કાત્યાયની દેવીની પૂજા કર્યા બાદ આ શ્લોકનો મંત્રજાપ કરવો જોઈએ,

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहन |
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी ||

Related posts

હાઇકોર્ટે ફી મુદ્દે બે સપ્તાહમાં નક્કર નિર્ણય કરી પ્રોગ્રેસ રિપોર્ટ આપવા સરકારને આપ્યો આદેશ

Nilesh Jethva

અમદાવાદ : ફ્લેટમાંથી આવતી હતી દુર્ગંધ, પોલીસે દરવાજો તોડીને જોયુ તો ઉડ્યા હોંશ

Nilesh Jethva

દેવી માને ચડાવ્યો 300 કરોડનો નૌલખા હાર, 177 વર્ષ પહેલાનો છે ઈતિહાસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!