દેવગઢ બારીયાના ભૂલવણ ગામે ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો છે. ધાર્મિક પ્રસંગમાં જમણવાર બાદ અનેક લોકોની તબિયત એકાએક લથડી હતી. જેમાં મૃત્યુઆંક પાંચ થયો છે. જો કે હજુ પણ 8થી 9 જેટલાં લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે કે જેઓને બારીયા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

ધાર્મિક પ્રસંગમાં જમણવાર બાદ બનેલી ઘટના પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને પગલે દાહોદ જિલ્લા કલેક્ટર ડોકટર હર્ષિત ગોસાવી, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે મોડી રાત્રે લીધી હોસ્પિટલની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
મૃતકોના પરિવારમાં ભારે રોકકળ મચી ગયો
મહત્વનું છે કે, આ ધાર્મિક પ્રસંગમાં પાંચ લોકોના મોતને લઈને આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. લોકો પણ આ સમાચાર સાંભળીને ભારે આઘાત અનુભવી રહ્યાં છે. ત્યારે મૃતકોના પરિવારમાં ભારે રોકકળ મચી ગયો છે. જો કે, આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

READ ALSO :
- GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?
- જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી ઇન્ટરનેટના ડિવાઇસની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- 100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો
- દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા