GSTV
Home » News » પ્રિયંકા ચતુર્વેદી અને અમૃતા ફડણવીસ વચ્ચે ટ્વીટર વોર, ‘આરે’ પર આમને સામને

પ્રિયંકા ચતુર્વેદી અને અમૃતા ફડણવીસ વચ્ચે ટ્વીટર વોર, ‘આરે’ પર આમને સામને

મહારાષ્ટ્રના સત્તાના સંગ્રામમાં બીજેપી-શિવસેના વચ્ચે ચાલી રહેલી રાજનીતિમાં હવે આ બે દિગ્ગજ મહિલાઓ સામે સામે આવી ગઈ છે. આમને સામને છે પૂર્વ પીએમ ફડણવીસની પત્ની અમૃતા અને શિવસેનાની નેતા પ્રિયંકા ચતુર્વેદી. અમૃતા ફડણવીસે કહ્યું છે કે શિવસેના ત્યારે જ વૃક્ષો કપાવે છે જ્યારે તેમને કમિશન મળે છે. આ ઉપર પલટવાર કરતા પ્રિયંતા ચતુર્વેદીએ કહ્યું કે, અનિવાર્ય રૂપે ખોટુ બોલવાની બિમારી મહારાષ્ટ્ર બીજેપી નેતાઓમા છે.

હકિકતમાં મહારાષ્ટ્રમાં શિવસેનાની સત્તા આવતા જ તેમણે આરેમાં મેટ્રો શેડના નિર્માણ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. શિવસેનાએ કહ્યું છે કે, આરેમાં હવે એક પણ વૃક્ષને કાપવા દેવામાં નહીં આવે. ચૂંટણી સમયે પણ શિવસેનાએ આરેમાં વૃક્ષો કાપવા અંગે વિરોધ કર્યો હતો.

1000 વૃક્ષો કાપવાવાળી શિવસેના

રવિવારે એક મીડિયા રિપોર્ટને ટાકીને અમૃતા ફડણવીસે શિવસેના ઉપર જોરદાર હુમલો કર્યો હતો અને કહ્યું કે શિવસેના પોતાની સુવિધા અનુંસાર વૃક્ષો કપાવે છે અથવા તો તે ત્યારે વૃક્ષો કપાવે છે જ્યારે તેમને કમિશન મળતું હોય. હકિકતમાં આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓરંગાબાદમાં બાલા સાહેબના સ્મારક બનાવવા માટે શિવસેના 1000 વૃક્ષો કપાવવાની છે. ઓરંગાબાદ નગરપાલિકામાં શિવસેના સત્તા ઉપર છે.

પાખંડ ગંભીર બીમારી છે

શિવસેના અને બીજેપી વચ્ચે હાલમાં જ સંબંધો ખરાબ થયા છે. રાજ્યમાં હવે સમીકરણ બદલાય ગયું છે. બીજેપી સત્તાથી બહાર છે અને શિવસેના પાસે સીએમની ખુરશી છે. પહેલા પણ પોતાના ટ્વીટ દ્વારા સમાચારોમાં રહેનાર અમૃતા ફડણવીસે આ રિપોર્ટનો દાખલો આપીને શિવસેનાને પાખંડી કહી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, પાખંડ એક બિમારી છે. શિવસેના જલ્દીથી ઠીક થઈ જાઓ.

કમીશન બીજેપીની પોલીસી

અમૃતા ફડણવીસના આ ટ્વીટનો પ્રિયંકા ચતુર્વેદીએ જોરદાર જવાબ આપ્યો. તેમણે લખ્યું કે, મેમ તમને એ જાણીને નિરાશા થશે, પરંતુ સાચી વાત એ છે કે, મેમોરિયલ માટે એકપણ વૃક્ષ કાપવામાં નથી આવ્યું. મેયરે પણ આ વાતની ખરાઈ કરી છે. હા હુ જણાવી દઉ કે, અનિવાર્ય પણે ખોટુ બોલવું એ બિમારી છે, જલ્દી ઠીક થઈ જાવ, વૃક્ષો કાપવા માટે કમિશન મહારાષ્ટ્ર બીજેપીના નેતાઓ દ્વારા પ્રેક્ટીસ કરવાની નવી પોલીસી છે. એક બીજા ટ્વીટમાં પ્રીયંકાએ ઓરંગાબાદના મેયરનો વીડિયો શેર કર્યો છે. તેમા મેયર નંદકુમાર કહી રહ્યા છે કે, બાલા સાહેબના સ્મારક માટે વૃક્ષો કાપવામાં દેવામાં નહી આવે.

READ ALSO

Related posts

દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિના સલાહકાર છે ટ્રમ્પ સાહેબની દિકરી ઈવાંકા

Pravin Makwana

આ છે દુનિયાના સૌથી ધનવાન પરિવાર, જેમાં એક ભારતીય પરિવારનો પણ સમાવેશ

Pravin Makwana

ભારતના પાડોશી દેશમાં બુરખા પર લાગશે પ્રતિબંધ, હંગામી ધોરણે કાયદો બનાવવા સંસદમાં પ્રસ્તાવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!