GSTV
Home » News » અમદાવાદ: આંબેડકર જંયતિ હતી એટલે બાબાસાહેબને લઈને ભાજપે કૉંગ્રેસ પર પ્રહાર કરી લીધો

અમદાવાદ: આંબેડકર જંયતિ હતી એટલે બાબાસાહેબને લઈને ભાજપે કૉંગ્રેસ પર પ્રહાર કરી લીધો

આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપના સ્ટાર પ્રચાર પૈકી એક મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે અમદાવાદની પશ્ચિમ બેઠક પર ચૂંટણી પ્રચાર કરવા આવ્યા. અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા સારંગપુર વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે આંબેડકરની પ્રતિમાને ફૂલ હાર ચઢાવીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં ઘણા પર પ્રાંતીય લોકો વસવાટ કરે છે. જેમાં મોટી સંખ્યામાં મરાઠી લોકો પણ વસવાટ કરે છે. ત્યારે દવેન્દ્ર ફડણવીસે આંબેડકરને પુષ્પાંજલી બાદ મણીનગરમાં મરાઠી સમુદાયને સંબોધવ્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકર સાથે અન્યાય કર્યો હોવાનું જણાવીને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.

READ ALSO

Related posts

Exit Poll: પંજાબમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર, AAPનું ખાતુ…

Nilesh Jethva

Exit Poll: ઉત્તરાખંડમાં કમળ ખીલશે, મળશે આટલી બેઠકો

Nilesh Jethva

Exit Poll: રાજસ્થાનમાં ભાજપ આગળ, કોંગ્રેસના સુપડા સાફ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!