GSTV
India News ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર સંકટ / ઉદ્ધવના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસનું થશે રાજતિલક, શિંદેની પણ ચમકશે કિસ્મત

શિંદે

સુપ્રીમ કોર્ટમાંથી ઝટકા પછી ઉદ્ધવ ઠાકરેએ સોશિયલ મીડિયા પર આવી રાજીનામાની જાહેરાત કરી હતી. તેઓ રાજભવન જઈ રાજીનામું આપશે. ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શકે છે. મળતી માહિતી મુજબ જુલાઈ મહિનાની શરૂઆતમાં જ ઉદ્ધવ ઠાકરે નવી સરકાર રચશે. દેવેન્દ્ર ફડણવીસને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કેક ખવડાવવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપનાર એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બની શકે છે. ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે પાસે 45થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે.

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ આપ્યું રાજીનામું

સુપ્રીમ કોર્ટમાંથી ઉદ્ધવ સરકારને મોટો ફટકો પડ્યો છે. તેના પછી સોશિયલ મીડિયા પર આવીને ઉદ્ધવ ઠાકરેએ ટેકો આપવા બદલ સોનિયા ગાંધી અને શરદ પવારનો આભાર માન્યો. તેના પછી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. વિધાનસભાના સભ્ય પરિષદ પરથી પણ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરે રાજભવન જઈ રાજ્યપાલને પતાનું રાજીનામું સોંપશે.

ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં તાજેતરમાં લીધેલા નિર્ણયનો ઉલ્લેખ કર્યો. જેમા તેમણે જણાવ્યું કે તેમમે ઓરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ બદલી અનુક્રમે શાંભાજી નગર અને ધરાશિવ નામ રાખ્યું છે. તેના પછી તેમણે બળવાખોરો પર હુમલો કર્યો. તેમણે જણાવ્યું કે બળવાખોરો ઠાકરે પરિવારને ભૂલી ગયા. જેને મે આપ્યું, તેમણે જ નારાજ કર્યા. કોંગ્રેસે મંત્રીમંડળમાંથી હાંકી કાઢવાની રજૂઆત કરી હતી. બળવાખોરોને શેની નારાજગી છે. જેમને કઇ પણ ના આપ્યું તેઓ સાથે છે. બળવાખોરોએ સુરત, ગુવાહાટી અને ગોવા જઇ નારાજગી બતાવી. બળવાખોરો નારાજ હતા તો મને જણાવવાનું હતું. તેમણે રાજ્યપાલનો આભાર માન્યો. તેમણે જણાવ્યું કે એક પત્ર પર રાજ્યપાલે સીધો નિર્ણય લીધો.

તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યપાલે ફ્લોર ટેસ્ટનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ ફ્લોર ટેસ્ટનું કહ્યું છે. રાજ્યપાલનો આભાર.

કોની પાસે કેટલી સંખ્યા છે તેનો મને મતલબ નથી. તેઓ કદાચ કાલે બહુમત પણ સાબિત કરી દેશે. તેમમે વધુમાં જણાવ્યું કે મને મુખ્યમંત્રી પદ છોડવાનો કોઈ દુ:ખ નથી. મેં પહેલા જ સીએમ આવાસ છોડી દીધુ હતુ.

આવતીકાલે થશે ફ્લોર ટેસ્ટ

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે જે હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. ભાજપે ફ્લોર ટેસ્ટની માંગ કરી છે જેના પગલે શિવસેનાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરિણામે ફ્લોર ટેસ્ટ મામલે 3 કલાકથી વધુ સમય સુધી વકીલોએ દલીલો રજૂ કરી હતી જે બાદ સુપ્રીમકોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા પછી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલે સવારે 11 વાગ્યે ફ્લોર ટેસ્ટ થવાનો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે આ એક મોટો આંચકો માનવામાં આવે છે. સીએમએ કહ્યું હતું કે કોર્ટના નિર્ણય બાદ જ તેઓ આગળની રણનીતિ બનાવવાના છે.

ઉદ્ધવ ઠાકરે

બીજી બાજુ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠક બોલાવી હતી જેમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. રાજ્યમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારે ઔરંગાબાદનું નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. ઔરંગાબાદ હવે સંભાજી નગર તરીકે ઓળખાશે. બુધવારે બોલાવવામાં આવેલી કેબિનેટની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય ફ્લોર ટેસ્ટનો આવશે તો ઉદ્ધવ ઠાકરે સામનો કરશે નહીં અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આપી શકે છે રાજીનામું તેમ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

નોંધનીય છે કે, ફ્લોર ટેસ્ટની માંગ ભાજપ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોએ ઉઠાવી હતી. દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પણ મળ્યા હતા. બીજી તરફ, એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો આજે સાંજ અથવા આવતીકાલે મુંબઈ પરત ફરી શકે છે. શિંદેએ કહ્યું છે કે તેઓ આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લેશે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આવતીકાલે એટલે કે 30 જૂને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

મમતા બેનર્જીના ટ્વિટર પરથી ગાયબ થયો જવાહરલાલ નેહરુનો ફોટો, કોંગ્રેસ ભડકીઃ આપ્યો આ રીતે જવાબ

GSTV Web Desk

ચોરીની ઘટના/ ફ્લિપકાર્ટ કંપનીની ડિલિવરી એજન્સીમાં ગન પોઇન્ટ પર 19 લાખની લૂંટ, બાઈક સવારો ફરાર

Binas Saiyed

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 200 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel
GSTV