GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રની મોકાણ : સરકાર બનાવવા અંગે અમિત શાહના મૌનથી ફડણવીસની અકણામણ વધી

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોના 10 દિવસ પછી પણ કોણ સરકાર બનાવશે તે સ્થિતિ સ્પષ્ટ નથી થઈ.શિવસેના સત્તામાં 50 ટકા ભાગીદારીની વાતથી પાછળ હટવા માટે તૈયાર નથી અને ભાજપ વતી દેવેન્દ્ર ફડનવીસ ભાજપની સરકાર બનશે તેવી જાહેરાત કરી ચુક્યા છે. જોકે સૌથી ધ્યાન ખેંચનારી વાત એ છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ આ મુદ્દે હજી સુધી એક પણ શબ્દ બોલ્યા નથી.ભાજપ તરફથી અત્યાર સુધી ફડનવીસ જ આ મામલે શિવસેનાને જવાબ આપતા રહ્યા છે.

દરમિયાન મહારાષ્ટ્રમાં 8 નવેમ્બર સરકાર બનાવવાની છેલ્લી તારીખ છે.જો ત્યાં સુધીમાં સરકાર નહી બને તો ફડનવીસ એકલા પડી જશે તેમ લાગે છે. ફડનવીસે ચૂંટણી પહેલા ફરી હું જ એવો નારો આપ્યો હતો.મોદી સ્ટાઈલમાં પ્રચાર કરનાર ફડનવીસ પ્રચારમાં અલગ અલગ પડેલા નજરે પડતા હતા.પરિણામ આવ્યા તો અંદાજ કરતા ઓછી બેઠકો આવી હતી અને ફડનવીસ પાસે એવા કોઈ નિકટના લોકો નથી કે જે શિવસેના સાથે ડીલ કરી શકે.

મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે, નવી દિલ્હીમાં ભાજપના હાઈ કમાન્ડ તરફથી પણ તેમને જોઈએ તેવુ સમર્થન મળી રહ્યુ નથી.ફડનવીસ હાલમાં એકલા પડી ગયા હોય તેમ લાગે છે.

ફડનવીસે પાંચ વર્ષના શાસન દરમિયાન લીધેલા નિર્ણયોના કારણે પણ તેઓ પાર્ટીમાંથી અલગ પડવા માંડ્યા હતા.મોટાભાગના નિર્ણયો માટે તેઓ સરકારી અધિકારીઓ પર વધારે આધાર રાખતા હતા.જમીન કૌભાંડમાં તેમણે એકનાથ ખડસે પાસે રાજીનામુ લઈ લીધુ હતુ અને  એ પછી વિનોદ તાવડે પાસેથી મેડિકલ શિક્ષણ મંત્રાલય લઈ લેવાયુ હતુ.ચિક્કી કૌભાંડમાં પંકંજાનુ નામ ઉછળ્યુ ત્યારે પણ સરકાર તરફથી તેમને સમર્થન મળ્યુ નહોતુ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમેરિકાએ દરિયામાં એવો કર્યો ખતરનાક પ્રયોગ કે 3.9ની તિવ્રતાનો આવી ગયો ભૂકંપ, પાણીમાં થયો જોરદાર ધડાકો

pratik shah

ત્રીજા તબક્કાના ટ્રાયલમાં કોવેક્સિન 77.8% અસરકારક, ભારત બાયોટેકે સરકારને આપ્યો ડેટા

Pritesh Mehta

સરકાર અને સંગઠનની કથળેલી સ્થિતિથી અમિત શાહ લાલઘૂમ, નેતા અને અધિકારીઓનો લીધો ક્લાસ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!