GSTV
Ahmedabad Trending ગુજરાત

ચૂંટણી મોડમાં ભાજપ : જાહેરાત પહેલાં જ 1000 કરોડના કામના થઈ જશે ખાતમુહૂર્ત, સમીક્ષા બેઠક યોજાઈ

ચૂંટણી

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થાય અને આચાર સંહિતાનો અમલ શરુ થઈ જાય એ પહેલા અમદાવાદમાં એક હજાર કરોડથી વધુ રકમના બાવીસ જેટલા વિકાસકામના ખાતમૂહુર્ત કરવા મ્યુનિ.માં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં તંત્રના અધિકારીઓ અને શાસક પક્ષના હોદ્દેદારોએ પાંચ સપ્ટેમ્બર સુધીમાં ખાતમૂહુર્ત કરી શકાય એવા કામોને અગ્રીમતા આપવા સમીક્ષા બેઠક કરી હતી.

ચૂંટણી

સમીક્ષા બેઠક બાદ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે પ્રતિક્રીયા આપતા કહયું છે કે વિધાનસભાની ચૂંટણી જાહેર થાય અને આચાર સંહિતાનો અમલ શરુ થાય એ અગાઉ મ્યુનિ. હસ્તકની શારદાબેન અને એલ.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના ખાતમૂહુર્ત સહિત અન્ય વિકાસકામો જેના ટેન્ડરની પ્રક્રીયા પુરી થઈ ગઈ હોય એવા વિકાસકામોના ખાતમૂહુર્તને લઈ સમીક્ષા કરાઈ હતી. વી.એસ.હોસ્પિટલના નવા બિલ્ડિંગ માટે હાલમાં ટેન્ડર પ્રક્રીયા ચાલી રહી છે.

જે કામના ખાતમૂહુર્ત માટે બેઠકમાં સમીક્ષા કરાઈ હતી એમાં ૧૬૪.૪૬ કરોડના ખર્ચે એલ.જી.હોસ્પિટલ ઉપરાંત અશોકમીલ કમ્પાઉન્ડમાં ૧૭૯.૦૬ કરોડના ખર્ચે શારદાબેન હોસ્પિટલના નવા બિલ્ડિંગ બનાવવાના ખાતમૂહુર્ત કરવા અંગે પણ ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત નરોડા પાટીયાથી ગેલેક્ષી સિનેમા ચાર રસ્તા સુધી ૧૯૭.૯૮ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રિજ બનાવવા, ૧૨૫ કરોડથી વધુની રકમથી પીપળજ ખાતે હોટમિકસ પ્લાન્ટ બનાવવા, સતાધાર ચાર રસ્તા પાસે ૬૮ કરોડથી વધુની રકમ સાથે ફલાય ઓવર બ્રીજ બનાવવાના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

થલતેજથી હેબતપુર તથા એસ.પી.રીંગ રોડ અને સાયન્સ સિટીને જોડતા ત્રીસ મીટરના રસ્તા ઉપર ૬૭.૩૧ કરોડના ખર્ચે થ્રી લેન ફલાયઓવરબ્રીજ બનાવવા, વસ્ત્રાપુર સ્ટેશન પાસે વેજલપુરથી આનંદનગરને જોડતા ૪૦ મીટરના રસ્તા ઉપર ૫૭.૧૩ કરોડના ખર્ચે ફોરલેન રેલવે ઓવરબ્રીજ બનાવવા, મકરબાથી કોર્પોરેટ રોડ, એસ.જી.હાઈવે કનેકટ થતા ૪૦ મીટરના રસ્તા ઉપર ૭૦.૭૧ કરોડના ખર્ચે ફોરલેન ફલાયઓવરબ્રીજ બનાવવા ઉપરાંત મીઠાખળી અંડરપાસ ખાતે રીટેઈનીંગ વોલ બનાવવા, ૫૨ કરોડથી વધુની રકમથી દાણાપીઠ ફાયર સ્ટેશનના નવા બિલ્ડિંગના નિર્માણ,મ્યુનિ. શાળાઓના નિર્માણ અંગેના વિકાસકામો અંગે સમીક્ષા કરાઈ હતી.

કોંગ્રેસ

શહેરના બ્રીજ-અંડરપાસ નીચેની જગ્યા પ્રાઈવેટ એજન્સીઓને જાહેરાત માટે આપવા વિચારણા

શહેરમાં આવેલા તમામ બ્રીજ અને અંડરપાસ નીચેની જગ્યા પી.પી.પી. ધોરણે પ્રાઈવેટ એજન્સીઓને જાહેરાત માટે આપવા અંગે સ્ટેન્ડીંગ કમિટીમાં ચર્ચા કરાઈ હતી. ઉપરાંત મીઠાખળી અંડરપાસમાં લાઈટીંગની વ્યવસ્થા કરવા, શહેરમાં મચ્છરજન્ય રોગને નાથવા ફોગીંગ વધારવા તથા જરુર હોય ત્યાં બમ્પ બનાવવા સુચન કરાયુ હતું. હર ઘર તિરંગા અભિયાન બાદ મ્યુનિ.તરફથી લોકોને સ્વૈચ્છીક તિરંગો જમા કરાવવા કરાયેલી અપીલ બાદ કોઈ તિરંગો પરત કરવા આવ્યું ના હોવાની વિગત બહાર આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

ડ્રાઇવર વિના આપમેળે ચાલે છે ટ્રેકટર, ઓટોમેશન નહી કોઠાસૂઝનો છે કમાલ

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

ભાજપમાં ભય? / ગુજરાતના તમામ જિલ્લામાં બીજેપી કેન્દ્રીય મંત્રી-CMને ઉતારી રહી છે મેદાનમાં, કેજરીવાલે કર્યું ટ્વિટ

Hardik Hingu
GSTV