GSTV

BCCI અધ્યક્ષ ગાગુંલીએ આપ્યો ઈશારો, જલ્દી ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કરશે આ ખેલાડી

Last Updated on November 8, 2020 by Mansi Patel

દેવદત્ત પેડિક્કલે રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ માટે રમતા આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પડિક્કલ આઈપીએલમાં પહેલો એવો અનકેપ્ડ ખેલાડી છે જેને સૌથી વધારે રન કર્યાં છે. હવે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પડિક્કલને ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કરવાનો ઈશારો કરતા કહ્યું કે, તે નેશનલ ક્રિકેટ ટીમમાં ખાસકરીને ટી 20 ફોર્મેટમાં આવનારો ઓપનર થઈ શકે છે.

ભારત ઓપનર બેટ્સમેન ઈચ્છે છે

ગાંગુલીએ કહ્યું છે કે, તે ઘણો પ્રતિભાશાળી ખેલાડી છે. જો કે, ટી 20 ક્રિકેટ પહેલું પગલું છે. મેં તેણે બંગાળ અને કર્ણાટક સામેના રણજી ટ્રોફિના સેમીફાઈનલમાં ઈડન ગાર્ડન્સમાં એક રમત રમતા જોયો છે. કર્ણાટક એક મજબૂત પક્ષ છે અને તે વધારે સમય સુધી ક્રિઝ પર ઉભો રહ્યો હતો. ગાંગુલીએ કહ્યું કે, ઝડપી બોલર સામે રમવામાં તેનામાં સારી પ્રતિભા આવી છે અને સમય મળ્યો છે. તેણે એક બે સીઝન રહેવા દો કારણ કે બીજી સીઝન બહુ જ કઠીન હશે. ભારત ઓપનર બેટ્સમેન ઈચ્છે છે. એ માટે આશા છે કે, તે પોતોની રમતને ઉચ્ચ સ્તર પર લઈ જશે. ઉલ્લેખનીય છે કે પડિક્કલ આરસીબી તરફથઈ આઈપીએલ 2020માં 15 મેચ રમીને 31.53ની એવરેજથી 473 રન બનાવ્યાં છે જેમાં તેનો સર્વાધિક સ્કોર 74નો રહ્યો છે. આઈપીએલ 2020માં પેડિક્કલના નામે 5 અર્ધશતક પણ શામેલ છે.

Related posts

જોરદાર સ્કીમ/ 25 રૂપિયા લીટર સસ્તું પેટ્રોલ મેળવવાનો મોકો, આ રીતે ફટાફટ ઉઠાવો લાભ

Bansari

ચિંતાજનક / શું છે સુપરબગ, કેવી રીતે દર વર્ષે 13 લાખ લોકોનો લઈ રહ્યો છે જીવ: કોરોના સાથેના કનેક્શન પણ જાણી લો

GSTV Web Desk

ઘરેલૂ નુસ્ખો/ અકાળે સફેદ થઇ ગયેલા વાળ માટે અજમાવો આ કારગર ઉપાય, વૃદ્ધાવસ્થા સુધી વાળ રહેશે કાળા અને ભરાવદાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!