GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજળી પડતા 2 લોકોના મોત, ખંભાળિયામાં મંદિરનો કળશ તૂટી ગયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજળી પડતા 2 લોકોના મોત થયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખંભાળીયા તાલુકાના વિરમદળ ગામે વીજળી પડતા 42 વર્ષીય પાબીબેન ડાંગર તેમજ 20 વર્ષીય કંચનબેન ડાંગરનું મૃત્યુ થયું હતુ. વીજળી પડવાના કારણે અન્ય બે લોકો થયા ઘાયલ થયા હતા. જેઓને ખંભાળીયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વીજળી પડતા મંદિરનો કળશ તૂટી ગયો

ખંભાળિયાના જોધપુર ગેટ પાસે ખોડિયાર ચોકમાં વીજળી પડી. અને વીજળી પડતા મંદિરનો કળશ તૂટી ગયો હતો. સાથેજ આસપાસના ઘરોમાં ઈલેકટ્રીક ઉપકરણને પણ નુકશાન થયું હતું. જેમા ટીવી ફ્રીઝ સહિતના ઉપકરણોને નુકશાન થયું હતું.ખંભાળિયા પાસેના કંચનપુર વાડી વિસ્તારમાં વીજ પડતા એક પશુનું મૌત નિપજ્યું છે. ગાજવીજ અને સાથે વીજળીના કડાકા સાથે શરૂ થયેલા વરસાદના પગલે વીજ પડતા એક ભેંસનું મૌતનુ મોત થયુ છે.

અરવલ્લીના મેઘરજના ઓઢા કસાણા ગામે ઝાડ પર વીજળી પડતા આગ લાગી હતી. વીજળી પડવાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. કોઇ જાનહાની નહીં.

READ ALSO

Related posts

યુનિ.માં થયેલી મારામારીનો મામલો, રજુઆત કરવા આવેલા NSUI ના કાર્યકરોની પોલીસે કરી અટકાય

pratik shah

ઈનકમ ટેક્સની આ છૂટ ફરીથી નહિ મળે, 30 સપ્ટેમ્બર સુધીમાં ઉઠાવો આનો લાભ

Mansi Patel

દરરોજ માત્ર 7 રૂપિયા બચાવી મેળવો 60 હજારનુ પેંશન, મોત બાદ પણ પરિવારને મળશે મદદ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!