GSTV

VIDEO : લગ્નપ્રસંગમાં ઉત્સાહમાં આવીને હવામાં ફાયરિંગ કરવું ભારે પડ્યું, 4 શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાઇ

devbhumi-dwarka-firing-in-marriage

Last Updated on November 25, 2021 by Dhruv Brahmbhatt

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ કરવા બદલ ચાર લોકો સામે ગુનો નોંધાયો છે. લાંબા ગામે લગ્ન પ્રસંગે દાંડિયા રાસ દરમિયાન હવામાં ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ વીડિયોના આધારે પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ૨વાનો ધરાવનાર શખ્સો દાંડિયારાસમાં બા૨ બો૨ની ગન સાથે લઇને આવ્યાં હતાં

સમગ્ર વિગતની વાત કરીએ તો, કલ્યાણપુ૨ તાલુકાના લાંબા ગામે ગત તા. 21મીના રોજ ચેતરીયા પરીવા૨ને ત્યાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. જ્યાં રાત્રિના સમયે આ પરિવા૨ને ત્યાં યોજાયેલા દાંડિયારાસમાં હથિયા૨નો પ૨વાનો ધરાવતા મેરામણભાઈ આલાભાઈ ચેતરીયા અને રાણાભાઈ આલાભાઈ ચેતરીયા તેઓની બા૨ બો૨ની ગન દાંડીયારાસ સમયે સાથે લઈ આવ્યાં હતાં.

આ બંને જણાએ પ૨વાનાવાળા હથિયા૨ તો મેળવ્યા હતાં પરંતુ તેઓની પાસે તે હથિયા૨ ચલાવવાનું લાયસન્સ ન હોતું છતાં અનુક્રમે જેઠાભાઈ મેરામણભાઈ ચેતરીયા અને વજશી રાણાભાઈ ચેતરીયા નામના બે શખ્સોએ હવામાં ફાયરીંગ ર્ક્યું હતું.

બાદમાં ફાયરિંગ થવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાય૨લ થયો હતો

બાદમાં લગ્નપ્રસંગમાં કાયદાનું ઉલ્લંઘન કરીને પાક ૨ક્ષણના હથિયારોમાંથી ફાયરિંગ થવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાય૨લ થયો હતો. જેથી કલ્યાણપુ૨ના PSI એફ. બી. ગગનીયાએ જાતે ફરીયાદી બની ઉપરોક્ત ચારેય શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

READ ALSO :

Related posts

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

Zainul Ansari

ભેજાબાજ / ઇન્ટરનેશનલ કોલ ટ્રાન્સફર કરી ભારત સરકારને ચોપાડ્યો લાખો રૂપિયાનો ચૂનો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરકડ

Zainul Ansari

પોરબંદર / 18 પાકિસ્તાની માછીમારોને કોર્ટમાં કરાયા રજૂ, પોલીસને 10 દિવસની મળી રિમાંડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!