GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

મગફળી મામલે ખેડૂતોએ હલ્લાબોલ કર્યું, હવે વજનકાંટો પણ વિવાદમાં

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે. ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોએ વજનકાંટા પર સવાલ ઉઠાવ્યા હતા. અને ખંભાળિયા ખાતેના મગફળી વેચાક કેન્દ્ર પર વેચાણ કામગીરી બંધ કરાવી હતી.

ખેડૂતોએ રામધુન બોલાવીને પણ વિરોધ વ્યક્ત કર્યો છે. દેવભૂમિ દ્વારકા માંથી અંદાજે 80 હજાર ટન મગફળી ખરીદાશે. પરંતુ 5 દિવસમાં ફક્ત 179 ટન જ મગફળી ખરીદી થઈ શકી છે. નિયમ મુજબ મગફળી ખરીદી સમયે પુરવઠા વિભાગનું પ્રમાણપત્ર મેળવેલા 10 વજન કાંટા રાખવાના હોય છે. પરંતુ ખંભાળિયા માર્કેટમાં એક જ વજનકાંટો ચાલુ છે. અને તે પણ પ્રામાણિત ન હોવાનો આક્ષેપ લાગ્યો છે.

મગફળી ખરીદી કામમાં પૂરતા કર્મચારીઓ પણ ન હોવાના આરોપ લાગતા રહ્યા છે. ત્યારે આજે ખેડૂતોએ રામધુન બોલાવી વેચાણ કામગીરી બંધ કરાવી હતી. તંત્રના કોઈપણ જવાબદાર અધિકારી કેમેરા સમક્ષ આવ્યા ન હતા.

READ ALSO 

Related posts

આત્મહત્યા કરવા નદીમાં કુદેલા વ્યક્તિને બચાવવા ગયેલી રેસ્ક્યુ ટીમે કર્યો અજીબ સવાલ, ‘ભાઈ તને Corona તો નથી ને…’

Arohi

વાસાવડ : કોઝવે પર પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો, ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે

Nilesh Jethva

બદલીને જુઓ તિજોરીની દિશા, થઇ જશો માલામાલ: આ બાબતો ખ્યાલ રાખશો તો ક્યારેય નહી થાય રૂપિયાની અછત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!