વડોદરાના દેવાંગનું અનોખું સાહસ, હલેસાંવાળી હોડીથી જોરદાર પરાક્રમ કર્યું

વડોદરાના સાહસિક દેવાંગ ખરોડે સ્વચ્છતા અભિયાનના સંદેશ સાથે દ્વારકાથી વલસાડ સુધીના દરિયા કિનારાની સફર પૂર્ણ કરી છે. તેઓએ ગત બે ડિસેમ્બરે દેવભૂમિ દ્વારકા હલેસા મારીને ચાલતી હોડીમાં સફર શરૂ કરી હતી. તેમજ 23 દિવસ બાદ વલસાડના દરિયા કિનારે પહોંચીને દરિયાઈ સફર પૂર્ણ કરી છે. બોટમાં નીકળ્યા હતા.

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં કાતિલ ઠંડી છે. અને કોલ્ડવેવ પણ છે. ત્યારે મધ દરિયે ભારે પવન અને કાતિલ ઠંડી વચ્ચે હલેસા મારીને દેવાંગ ખરોડે 800 કિલોમીટરનો દરિયો ખેડ્યોહતો. અને વલસાડ પહોંચતા જ તેમને સૌ કોઈએ તેમને ભારે ઉત્સાહથી આવકાર્યા અને આજે સન્માનિત કરાયા હતા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter