આજે કારતક સુદ પૂનમ, દેવ દિવાળી, મંદિરોમાં પૂજન-અર્ચન, રાજભોગ અને અન્નકૂટના આયોજનો

આજે કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળી. દિવાળીથી લઈને દેવ દિવાળી સુધીના પર્વની ઉજવણીનું આજે સમાપન થશે. દેવ દિવાળી નિમિતે આજે મંદિરોમાં પૂજન-અર્ચન, રાજભોગ અને અન્નકૂટના આયોજનો થશે. પ્રસિદ્ધ યાત્રાધામોમાં પણ વિશેષ પૂજા કરવામાં આવશે. બીજી બાજુ પ્રથમ શીખ ગુરુ શ્રીનાનકદેવજીના જન્મ જયંતી પર્વની પણ શીખ સમાજ પારંપરિક રીતે ઉજવણી કરશે. અમદાવાદ સહિત ગુજરાતના ગુરુદ્વારાઓમાં આજે વિશેષ કાર્યક્રમો યોજાયા છે. તો જૈન પરંપરા મુજબ ગિરિરાજ યાત્રાનો તથા જૈન સાધુ સાધ્વીઓના વિહારનો પણ પ્રારંભ થશે. સાથે સાથે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજનો પણ જન્મદિવસ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter