GSTV

ગુજરાતનું ગૌરવ: ન્યૂયોર્કને કોરાના મહામારી સામે ઢાલ બની બચાવનાર દેવ ચૌકસી બન્યા આરોગ્ય કમિશ્નર

જાહેર આરોગ્ય આરોગ્ય સાથે સંકળાયેલા 39 વર્ષના ગુજરાતી મૂળના ડોકટર દેવ ચોકસીને ન્યુયોર્ક સિટિના નવા આરોગ્ય કમિશનર તરીકે નિમવામાં આવ્યા હોવાની જાહેરાત મેયર બિલ ડી બ્લાસિઓએ કરીને શહેરમાં જોવા મળેલી કોરોનાની મહામારી દરમિયાન ડો.ચોકસીએ ભજવેલી મહત્તવની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ડોકટર ઓક્સિ બારબોટે રાજીનામું  આપતા તેમની જગ્યાએ ચોકસીને જાહેર આરોગ્ય અને મેન્ટલ હાઇજીન વિભાગના વડા તરીકે નિમ્યા હતા.

ત્યક્તા દર્દીઓની સેવા કરે છે આ ભારતીય મૂળના ડોક્ટર

બ્લાસિઓએ કહ્યું હતું કે ડો.ચોકસીએ ત્યજી દીધેલા અનેક દર્દીઓની સેવા કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.’ કોરોનાની મહામારી દરમિયાન ક્યારે પણ આના કરતા સારી સેવા અમે જોઇ નહતી જ્યાં તેમણે શહેરના જાહેર આરોગ્ય વિભાગનું નેતૃત્વ કરી અસાધારણ નેતૃત્વનો પરિચય આપ્યો હતો. મને ખબર છે કે તેઓ મોટો પડકાર ઉપાડવા તૈયાર છે અને તમામ માટે આ શહેર શ્રેષ્ઠ બની રહે તેવા પ્રયાસો કરશે’ એમ મેયરે કહ્યું હતું.

ડો.ચોકસીનો એક અનોખો ઇતિહાસ

એક પત્રકાર પરિષદમાં મેયર બ્લાસિઓએ કહ્યું હતું કે  ડો.ચોકસીનો એક અનોખો ઇતિહાસ છે અને એક વસાહતીના બાળક તરીકે તેઓ અનેક ક્ષમતા સાથે જન્મ્યા હતા અને પોતાની ક્ષમતાનો પુરેપુરો ઉપયોગ કરવા ખુબ મહેનત કરી હતી. ડો.ચોકસીએ ભૂતકાળને યાદ કરતાં કહ્યું હતું કે બે પેઢીઓ પહેલા મારા દાદા ગુજરાતના એક ગામડેથી મુબંઇ ગયા હતા. પરિવારમાં તેમના પિતા અમેરિકા આવનાર પ્રથમ હતા , તેઓ બાટોન, લુઝીઆનામાં સ્થાયી થયા હતા જ્યાં ડો.ચોકસીનો જન્મ થયો હતો.

MUST READ:

Related posts

ડ્રગ્સ કેસઃ NCBની ટીમ આજે આ બંને અભિનેત્રીઓની કરશે પૂછપરછ, નવા ખુલાસા ઉપર સૌની નજર

Mansi Patel

વરસાદ/ દક્ષિણ ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે મેઘરાજાની નૉનસ્ટોપ બેટિંગ, ખેડૂતો ચિંતિત

Bansari

સોના-ચાંદીના ભાવો થયો ઘટાડો, ભારતમાં 50 હજાર રૂપિયાથી નીચે આવી શકે છે કિંમત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!