GSTV
Home » News » B’day Special :  આ એક્ટ્રેસને પ્રપોઝ કરવા દેવાનંદે રાખી પાર્ટી, અહીં જ મળ્યો સૌથી મોટો દગો

B’day Special :  આ એક્ટ્રેસને પ્રપોઝ કરવા દેવાનંદે રાખી પાર્ટી, અહીં જ મળ્યો સૌથી મોટો દગો

બોલીવુડના પ્રથમ સુપરસ્ટાર તરીકે પોતાને સ્થાપિત કરનાર દેવાનંદની આજે 95મી જન્મ જયંતિ છે. દેવાનંદે પોતાની ફિલ્મો દ્વારા બોલીવુડ ઇન્ડસ્ટ્રીને એક અલગ મુકામે પહોંચાડી. દેવાનંદે બોલીવુડને ટીના મુનીમ અને ઝીનત અમાન જેની બોલ્ડ એક્ટ્રેસ આપી. ફિલ્મો ઉપરાંત દેવાનંદ પોતાની પર્સનલ લાઇફના કારણે પણ ચર્ચામાં રહ્યાં છે.

તેવી અનેક હિરોઇનો છે જેના પર દેવાનંદનું દિલ આવી ગયું પરંતુ તેમની લવ સ્ટોરી પૂરી ન થઇ શકી. આજે અમે તમને દેવાનંદની આવી જ એક લવસ્ટોરી વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેને કોઇ મંઝિલ ન મળી શકી. આ લવ સ્ટોરી હતી દેવાનંદ અને ઝીનત અમાનની.

દેવાનંદે ફિલ્મ ‘હરે રામા હરે કૃષ્ણા’માં ઝીનત અમાનને કાસ્ટ કરી હતી. આ ફિલ્મમાં ઝીનતે દેવાનંદની બહેનનો રોલ કર્યો હતો. શટિંગ દરમિયાન જ દેવાનંદને લાગ્યું કે તે ઝીનતને પ્રેમ કરે છે. ઝીનતની દરેક વાત દેવ સાહેબને પસંદ હતી.

તેઓ ઝીનમ અમાનના ગળાડૂબ પ્રેમમાં હતા. તેમના આ પ્રેમ વિશે ઝીનત પહેલાં મીડિયાને જાણ થઇ ગઇ હતી. મીડિયામાં તેમના લીંકઅપની ખબર વાંચીને દેવાનંદ ખુશ થતાં હતા. તેનો ઉલ્લેખ દેવાનંદે પોતાની ઓટોબાયોગ્રાફી ‘રોમાન્સિંગ વિથ લાઇફ’માં કર્યો છે.

એક દિવસે તેમણે ઝીનતને પ્રપોઝ કરવાનો નિર્ણય લીધો. દેવાનંદે વિચાર્યુ કે તેઓ ઝીનતને તાજ હોટલમાં પ્રપોઝ કરશે. આ જ હોટલમાં દેવ અને ઝીનત ડિનર માટે જતાં હતા. ઝીનતને પ્રપોઝ કરવા માટે દેવાનંદે એક પાર્ટીનું આયોજન કર્યુ હતું.

 

આ પાર્ટીમાં દેવાનંદે પોતાના નજીકના મિત્રોને પણ બોલાવ્યાં હતા. પરંતુ તેમણે પાર્ટીમાં કંઇક એવું જોયું જે પછી જાણે કે તેમની આખી દુનિયા જ વિખેરાઇ ગઇ. દેવાનંદે જોયું કે રાજ કપૂર નશાની હાલતમાં ઝીનતની પાસે ગયાં અને તેને પોતાની બાહુપાશમાં લઇ લીધી. ઝીનત પણ તેમને ભેટી પડી.

 

આ નજારો જોયા પછી દેવાનંદ સંપૂર્ણ રીતે તૂટી ગયાં. અચાનક તેમની આંખો સામે અંધારૂ છવાઇ ગયુ. તેની પહેલાં રાજ કપૂર અને ઝીનતના અફેરની ખબરો મીડિયામાં છવાયેલી હતી. તેના જ કારણે રાજ કપૂરે તેને પોતાની ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’માં કાસ્ટ કરી હતી.

દેવાનંદે તેને અફવા માની લીધી હતી. પોતાની બાયોગ્રાફીમાં આ અંગે ઉલ્લેખ કરતાં દેવાનંદે જણાવ્યું હતું કે આ નજારો જોયા બાદ તેઓ પાર્ટીમાંથી બહાર ચાલ્યાં ગયાં હતા. તે પછી તેમણે ક્યારેય ઝીનતનો વિચાર સુદ્ધાં કર્યો ન હતો. આ રીતે દેવાનંદની એક લવસ્ટોરીનો ધી એન્ડ થઇ ગયો.

Related posts

Photos: કપડા પહેર્યા વગર ભોજન બનાવે છે આ શેફ, કરે છે અધધધ… કમાણી

Arohi

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari

મોતનું તાંડવ : એક કન્ટેનરમાંથી 39 મૃતદેહ મળતા ચકચાર, ઈતિહાસે ખૂદને દોહરાવ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!