GSTV
Gujarat Government Advertisement

વડોદરા: રેમડિસીવીર ઈંજેક્શનના કાળાબજાર કરતા આયુર્વેદિક ડોક્ટરની થઈ ધરપકડ

Last Updated on April 11, 2021 by Pravin Makwana

કોરોનાથી રાહત આપતા રેમડીસીવીર ઇન્જેક્શનની અછત છે, ત્યારે કાળાબજારિયાઓને મોજ પડી ગઈ છે. આવા બેઇમાન લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. જેમાં વડોદરા પીસીબી પોલીસ દ્વારા ઇન્જેક્શનના કાળાબજારી કરતા એક આયુર્વેદિક ડોક્ટર અને એક પેરામેડિકલ સ્ટાફની અટકાયત કરીને રાવપુરા અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પીસીબીએ રાવપુરા વિસ્તારમાંથી એક આયુર્વેદિક ડોક્ટરની પીસીબીએ બોગસ ગ્રાહક મોકલી ડોક્ટર ઝડપી પાડ્યો હતો. ડોકટર 7500માં એ ઇન્જેક્શન વેચતો હતો. દર્દીઓ પાસેથી પૈસા વસુલ કરતો હતો, જ્યારે પીસીબીએ પાણીગેટ વિસ્તારમાંથી એક પેરામેડિકલ સ્ટાફની પણ અટકાયત કરવામાં આવી છે, જે રેમડીસીવીર ઇન્જેક્શન 9 હજારમાં વેચતો હતો. રાવપુરા પોલીસ સ્ટેશન અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!