GSTV

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિના મોતના કેસમાં 6 લોકોની અટકાયત, વાય કેટેગરીની સુરક્ષા મળી હોવા છતાં ભેદી સંજોગોમાં મોત

Last Updated on September 21, 2021 by Pravin Makwana

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનુ રહસ્યમય સંજોગોમાં મોત થયા બાદ આજે પ્રયાગરાજ પોલીસે 6 વ્યક્તિઓને અટકાયતમાં લીધા છે અને આ તમામ લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે. મહંત નરેન્દ્ર ગિરિના ગનમેનની પણ પૂછપરછ કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, મહંતને વાય કેટેગરીની સુરક્ષા મળી હતી.

મહંતનો મૃતદેહ ગઈકાલે તેમના આશ્રમના રૂમમાંથી શંકાસ્પદ સંજોગોમાં મળ્યો હતો. તેમનો મૃતદેહ દોરડા પર લટકતો હતો. પોલીસને આઠ પાનની એક સુસાઈડ નોટ મળી હતી. એ પછી તેમના શિષ્ય આનંદ ગિરિની અટકાયત કરવામાં આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે મહંતે આનંદ ગિરિ પર સતામણી કરવાનો આરોપ સુસાઈડ નોટમાં લગાવ્યો છે.

દરમિયાન પોલીસે મહતંના મોબાઈલની કોલ ડિટેલ રિપોર્ટ કઢાવ્યો છે અને તેમાં ઘણી કડીઓ મળી છે. મંહતે પોતાના મોતના 10 કલાક પહેલા જેમની સાથે વાત કરી છે તે તમામની પોલીસ પૂછપરછ કરશે. મહંતના મોતને લઈને પોલીસને એક વિડિયો પણ મળ્યો છે અને તેની તપાસ ચાલી રહી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, શિષ્ય આનંદ ગિરિનુ કહેવુ છે કે, મહંતના મોતની પાછળ ભૂ-માફિયાઓ અને મોટા અધિકારીઓ સંડોવાયેલા છે. મહંતના મોતને આત્મહત્યામાં ખપાવીને મને ફસાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!