આવી ગયું દુનિયાનું સૌથી સસ્તું LED TV : કિંમત ફક્ત 3,999 રૂપિયા, જાણો ફિચર્સ

ફિચર ફોન બનાવતી કંપની પ્રમુખ કંપની ડીટલ મોબાઇલ એન્ડ એસેસરીઝે ભારતીય બજારમાં 3,999 રૂપિ.માં એલસીડી ટીવી લૉન્ચ કર્યુ છે. કંપનીનો દાવો છે કે આ દુનિયાનું સૌથી સસ્તુ ટીવી છે. સાથે જ કંપનીએ ચાલુ નાણાકીય વર્ષમાં 100 કરોડની આવકનો ટાર્ગેટ સેટ કર્યો છે.

ડીટલની મધર કંપની એસ.જી. કોર્પોરેટ મોબીલીટીના મેનેજિંગ ડાયરેક્ટર યોગેસ ભાટિયાએ જણાવ્યું કે, ગત વર્ષે ઓગસ્ટમાં 299 રૂપિયામાં સૌથી સસ્તો ફિચર ફોન ઉતાર્યા બાદ અમારા પ્રયાસ દેશને સસ્તુ ટીવી લૉન્ચ કરવાના હતા. કંપનીએ આ ટીવી દેશના તે હિસ્સા અને વર્ગને ધ્યાનમાં રાખીને ઉતારવામાં આવ્યું છે જે વધુ કિંમતના કારણે હજુ સુધી ટીવી ખરીદી નથી શક્યા.

24થી 65 ઇંચની શ્રેણીમાં ટીવીના 10 મૉડેલ

ગત નાણાકીય વર્ષમાં કંપનીની આવક 50 કરોડ રૂપિયા હતી. કંપનીએ 24થી 65 ઇંચની શ્રેણીમાં ટીવીના 10 મૉડેલ્સ લૉન્ચ કર્યા છે. તેમણે જણાવ્યું કે અમે ગત વર્ષે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં ફક્ત 299 રૂપિયામાં ફિચર ફોન લૉન્ચ કર્યા હતા. ત્યારે અમે 40 કરોડ ભારતીયોને જોડવાની વાત કરી હતી.

ભારતનનું સૌથી સસ્તુ ટીવી હોવાનો દાવો કરનાર આ એલસીડી ટીવીમાં 48.3 સેમી કે 19 ઇંચની ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લેનું રેઝોલ્યુશન 1366 X 768 પિક્સલનું છે. આ એ પ્લસ ગ્રેડની પેનલ સાથે આવે છે જેનાથી ક્લીયર પિક્ચર ક્વૉલીટી મળે છે. ટીવીમાં કેન્કિટીવી વિકલ્પો તરીકે એક એચડીએમઆઇ અને એક યુએસબી પોર્ટ આપવામાં આવ્યા છે. આ ટીવીની પેનલના કિનારા પર બે સ્પીકર છે. તેમાં 8 વૉટના બે સ્પીકર આપવામાં આવ્યાં છે. ગેમના શોખીનોનું પણ કંપનીએ ધ્યાન રાખ્યું છે. તેમાં ઇનબિલ્ટ ગેમ આપવામાં આવી છે. આ ટીવી સાથે કંપની 1 વર્ષની ઑન સાઇટ વૉરંટી પણ આપી રહી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter