GSTV
Food Funda Life Trending

તહેવારો દરમિયાન નકલી બેસનની ખરીદીથી બચો, આ સરળ ટ્રિક વડે પકડી પાડો ભેળસેળ

તહેવારોની સીઝનમાં બજારમાં ભેળસેળવાળી વસ્તુઓ વેચાવાની શક્યતા વધી જાય છે. આવા દૂષણખોરો એટલી બારીકાઈથી પોતાનું કામ કરતા હોય છે કે, બજારમાં ગ્રાહકો માટે અસલી અને નકલી વસ્તુ વચ્ચેનો તફાવત સમજવો પણ મુશ્કેલ બની જાય છે. તહેવારો દરમિયાન બેસનની ભારે માગ રહે છે અને અનેક પ્રકારના પકવાન બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે, બજારમાં વેચાતા બેસનમાં પણ મોટા પાયે ભેળસેળ કરવામાં આવે છે. 

લોટ

FSSAI (ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ ભેળસેળવાળા બેસનને ઓળખવા માટેની એક તરકીબ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. FSSAIના મતે ભેળસેળ કરનારાઓ વધારે નફો કમાવવા માટે બેસનમાં ખેસારી દાળમાંથી બનેલા લોટની ભેળસેળ કરે છે જેથી બેસન પહેલા જેટલું શુદ્ધ નથી રહેતું અને શરીરને જરૂરી ન્યૂટ્રિએન્ટ્સ પણ નથી મળતા. 

જોકે એક સરળ ટ્રિક દ્વારા આ છેતરપિંડીથી બચી શકાય છે. આ માટે સૌથી પહેલા એક ટેસ્ટ ટ્યુબમાં એક ગ્રામ બેસન લો. ત્યાર બાદ તેમાં 3 મિલીલીટર પાણી નાખો. હવે તૈયાર સોલ્યુશનમાં 2 એમએલ કોન્સનટ્રેટેડ એચસીએલ ઉમેરો. ત્યાર બાદ ટેસ્ટ ટ્યુબને સરખી રીતે હલાવો અને સોલ્યુશનને સરખી રીતે ભળી જવા દો. 

ટેસ્ટ ટ્યુબમાં રહેલું બેસન જો શુદ્ધ હશે તો સોલ્યુશન પોતાનો રંગ નહીં બદલે. જો સોલ્યુશનની સરફેસ પર ગુલાબી રંગ જોવા મળે તો સમજી લો કે બેસનમાં ભેળસેળ થયેલી છે. હકીકતે આવું મેટાનિલ યેલો રંગ પર એચસીએલના રિએક્શનના કારણે થાય છે. બંને કોમ્બિનેશનના કારણે સોલ્યુશનની સપાટી પર ગુલાબી રંગ જોવા મળે છે. 

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV