GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

કોરોનાની મંદીમાં પણ ચીન યુદ્ધના ઉન્માદમાં, સંરક્ષણ બજેટમાં આટલા ટકાનો વધારો કરી દીધો

ચીન

ચીને પોતાનું સંરક્ષણ બજેટમાં ભારે વધારો કર્યો છે. કોરોનાના કારણે વિશ્વભરમાં સંરક્ષણ ખર્ચ ઘટાડવામાં આવી રહ્યો છે, ત્યારે ચીને સંરક્ષણ બજેટમાં 6.6 ટકા વધારાની જાહેરાત કરી છે. ચીને આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે યુએસ અને ભારત સાથે તેના સૈન્ય હિલચાલ વધી છે અને તણાવ વધ્યો છે. ચીની સરકારે કહ્યું હતું કે કોરોના વાયરસ સંકટને ધ્યાનમાં રાખીને અર્થવ્યવસ્થા કટોકટીમાંથી પસાર થઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ સૌથી નીચો વધારો છે. કોરોના સંકટને કારણે વિશ્વમાં ભારે આર્થિક મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી ચીનની આ ચાલ વિશ્વના દેશો સમજી શકતા નથી.

ગયા વર્ષે ચીનમાં 7.5 ટકાનો વધારો થયો

વિશ્વમાં સંરક્ષણ પાછળ અમેરિકા બાદ ચીન સૌથી વધુ ખર્ચ કરી રહ્યું છે. ચીન આ વર્ષે સંરક્ષણ પાછળ 180 અબજ ડોલર ખર્ચ કરશે. રાષ્ટ્રીય પીપલ્સ કોંગ્રેસના વાર્ષિક સત્રમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. ચીનનું વાસ્તવિક સંરક્ષણ બજેટ ખૂબ મોટું છે. બજેટમાં ઘણી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવતો નથી. ગયા વર્ષે ચીનમાં 7.5 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે ચીનનું સંરક્ષણ બજેટ 178 અબજ ડોલર હતું.

ચીન

વિશ્વનું ત્રીજું સૌથી મોટું પાયદળ ધરાવે છે. વિમાનવાહક જહાજો, પરમાણુ સંચાલિત સબમરીન અને સ્ટીલ ફાઇટર જેટ માટે હવે પૈસા ખર્ચવાનું વધારી દીધું છે. ચીન આમાંથી મોટા ભાગનું ઉત્પાદન જાતે કરે છે. ગયા વર્ષે ચીનનું વાસ્તવિક સંરક્ષણ બજેટ 20 220 અબજ હતું. નૌકાદળના વિસ્તરણ માટે ખર્ચ ધારે કરશે. દક્ષિણ ચીન સમુદ્રમાં તેની પકડ વધુ મજબૂત બનાવવા અને પશ્ચિમ પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરમાં તેની પહોંચ વધારવા માટે ચાઇના પોતાનું બજેટ અદ્યતન વિમાન અને ઘાતક શસ્ત્રો ખરીદવામાં ખર્ચ કરશે.

જો તાઇવાન જાતે જ ચીનમાં જોડાશે નહીં

ચીને કહ્યું છે કે જો તાઇવાન જાતે જ ચીનમાં જોડાશે નહીં, તો તે સૈન્ય કાર્યવાહી કરશે. તાઇવાનનો કબજો લેશે. સંસદમાં પોતાના ભાષણમાં ચીનના વડા પ્રધાન લી કેકિયાંગે કહ્યું, “અમે …. તાઇવાનની સ્વતંત્રતા માટે લેવામાં આવેલી કોઈપણ કાર્યવાહીનો સખત વિરોધ કરીશું.” ચીને તેની અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો થયો હોવા છતાં પણ આ સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે. ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. પરંતુ હવે તેને નવી રોજગારીનું સર્જન કરવાના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

Related posts

શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દ્વારા 50 લાખ લોકોને વતન પહોંચાડાયા, મોત મામલે થયો આ ખુલાસો

Harshad Patel

પતિ 20 દિવસના દીકરાને છોડી અન્ય યુવતી સાથે ભાગી જતાં પત્નીને ભર્યું આ પગલું

Nilesh Jethva

PoK પર ભારત ક્યારે મેળવશે કબ્જો? રાજનાથ સિંહે કહી આ મોટી વાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!