GSTV

મીલીભગત કે બેજવાબદારી: ધારાસભ્યો માટે બનાવેલા ક્વાર્ટ્સમાં બિનઅધિકૃત રીતે રહેતા લોકોને કોઈ પૂછવાવાળુ નથી

Last Updated on July 22, 2021 by Pravin Makwana

ગાંધીનગર શહેરના સેક્ટર-૨૧માં ધારાસભ્યો માટે ત્રણ-ત્રણ માળના રહેણાંક બ્લોક ઉભા કરવામાં આવ્યા છે અને અહીંના સુવિધાસભર રહેણાંક ક્વાટર્સ પણ ધારાસભ્યોને ફાળવવામાં આવ્યા છે. એસી, એલઇડી, સોફા સેટ, ડાયનીંગ ટેબર સહિત ફુલ ફર્નીસ્ડ ક્વાટર્સ ધારાસભ્યોને ફાળવવામાં આવ્યા છે પણ હાલની સ્થિતિમાં એકાદ બે આવાસમાં જ ધારાસભ્ય રહે છે બાકીના તમામ ક્વાટર્સમાં ધારાસભ્યના વિસ્તારના વિદ્યાર્થીઓ તથા અન્ય વ્યક્તિઓએ અડીંગો જમાવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી આવાસોમાં બિનઅધિકૃતરીતે રહેતા પેટાભાડુઆત સામે કાર્યવાહી કરાવમા આવે છે તો એમએલએ ક્વાટર્સ કે જેને હોસ્ટેલ બનાવી દેવામાં આવી છે તેની સામે આંખ આડા કાન કરાય છે.

રાજ્યનું પાટનગર હોવાને કારણે ગાંધીનગરમાં ધારાસભ્યોને રહેવા માટે ક્વાટર્સ બનાવવામાં આવ્યા છે. હાલ સેક્ટર-૨૧માં આ એમએલએ ક્વાટર્સ આવેલા છે જેને આગામી દિવસોમાં સેક્ટર-૧૭માં નવા બનાવવામાં આવનાર છે.ધારાસભ્યોને પાટનગરમાં સુવિધા સભર ક્વાટર્સ આપવામાં આવે છે પરંતું અહીં ફક્ત ગાંધીનગરન દક્ષીણના શુંભુજી ઠાકોર સિવાય કોઇ પણ ધારાસભ્ય રહેતા નથી તમામ ધારાસભ્યના ક્વાટર્સમાં તેમના વિસ્તારમાંથી સ્પર્ધાત્મક પરિક્ષા આપતા વિદ્યાર્થીઓ તૈયારી માટે રહેતા હોય છે ઘણા ક્વાટર્સમાં તો ધારાસભ્યના અંગત વ્યક્તિઓ પરિવાર સાથે રહે છે. એક બાજુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીનગર શહેરમાં સરકારી આવાસોમાં પેટાભાડુઆત તરીકે રહેતા બિનઅધિકૃત વ્યક્તિઓ સામે કાર્યવાહી કરે છે. રાત્રે પણ દરોડા પાડીને સરકારી આવાસોમાં રહેતા વ્યક્તિ-પરિવારના આધારકાર્ડ તપાસે છે અને ખોટીરીતે રહેતા પરિવારોને મકાન ખાલી કરાવીને જે તે કર્મચારી પાસેથી માર્કેટરેટથી ભાડું પણ વસુલવામાં આવે છે. માર્ગ અને મકાન વિભાગ બાદ ગુડા દ્વારા પણ કુડાસણની સોસાયટીમાં ભાડે રહેનાર સામે વિડીયોગ્રાફ સાથેની કાર્યવાહી કરવામાં આવી હતી. સામાન્ય કર્મચારી અથવા ગરીબોના આવાસમાં કબ્જો જમાવનાર સામે કાર્યવાહી કરવામાં આવે છે તો એમએલએ ક્વાટર્સ કે જેને આ ધારાસભ્યોએ હોસ્ટેલ જ બનાવી દિધી છે તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

જો ધારાસભ્ય અહીં ન રહેતા હોય તો તેમને ફાળવેલા આવાસ ખાલી હોવા જોઇએ કોઇ અન્ય વ્યક્તિ ધારાસભ્યને ફાળવેલા મકાનમાં રહે છે તો તે બિનઅધિકૃતરીતે રહેતા હોવાનું સ્પષ્ટ થાય છે ત્યારે સીધીરીતે જ અહીં બિનઅધિકૃતરીતે લગભગ તમામ ક્વાટર્સમાં લોકો રહે છે તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર: 1 ઓક્ટોબરથી આ બેન્કની ચેકબુક થઈ જશે બેકાર, ફટાફટ કરીલો આ કામ

pratik shah

રાજકારણમાં ગરમાવો / હવે અમિત ચાવડાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, CM રૂપાણીના આકરા પ્રહાર

Dhruv Brahmbhatt

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!