GSTV

ચોંકાવનારો ઘટસ્ફોટ, એકાઉન્ટ ફ્રિઝ હોવાં છતાં મેહુલ – નીરવે ખર્ચ્યા રૂ.50 કરોડ

PNBને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ ભાગી ગયેલ નીરવ મોદી અને મેહુલ ચોક્સી વિશે મોટો ઘટસ્ફોટ થયો છે. દેશ છોડીને ભાગવા અને એકાઉન્ટ ફ્રીઝ થયાં બાદ પણ નીરવ મોદી અને તેનો પરિવારે કરોડો રૂપિયાનો ખર્ચ કરી દીધો છે. જાન્યુઆરી 2018માં સામે આવેલ 13,600 કરોડનાં કૌભાંડ બાદ નીરવ મોદી ભારત છોડીને બ્રિટનમાં સ્થાઈ થયો છે.

સૂત્રોનાં જણાવ્યાં મુજબ Saumil Diam LLC નામની એક કંપનીનો નીરવ મોદી અને મેહુલ ચોક્સી બંને સાથે સબંધ છે. આ કંપનીએ કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ દ્વારા આ બંનેને પૈસા કાઢવામાં મદદ કરી હતી. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર નીરવ અને તેનો પરિવાર માર્ચ 2018થી લઈને ઓક્ટોમ્બર 2018 સુધી આ કાર્ડ દ્વારા લગભગ 50 કરોડનો ખર્ચ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કૌભાંડ સામે આવ્યાં બાદ નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ જાન્યુઆરી 2018માં દેશ છોડી દીધો હતો.

નીરવ મોદી હાલ બ્રિટનમાં છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે ત્યાં હીરાનો નવો બિઝનેસ શરુ કરવાનો છે. બીજી બાજુ મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બર્મ્યુડાનો નાગરિક બની ગયો છે. અમેરિકા દ્વારા નિયુક્ત કરેલ એક નિરીક્ષકની રિપોર્ટ મુજબ Saumil Diam નામની કંપનીએ જ 1,257 કરોડ રૂપિયાથી વધુ ફંડ ઉપલબ્ધ કરાવ્યું હતું. આ ફંડ ફેક લેટર ઓફ અંડરટેકિંગનાં નામે કાઢવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

સુરતમાં પોલીસે સોસાયટીમાં ઘૂસીને બહાર નીકળી ઠઠ્ઠા મશ્કરી કરતા લોકોને પાઠ ભણાવ્યો, જાહેરમાં કરાવી ઉઠક-બેઠક

Karan

૫ એપ્રિલે રાત્રે ૯ વાગે ૯ મિનિટ સુધી પ્રગટાવો દીપ, જાણો વીડિયો સંદેશમાં પીએમ મોદીએ બીજુ શુ઼ કહ્યુ

pratik shah

મોદી સરકારના વખાણ કરીને પણ સોનિયાએ આ મામલે કાઢી જોરદાર ઝાટકણી, નેતાઓને આપી આ સલાહ

Karan
Do NOT follow this link or you will be banned from the site!