GSTV

ભલે બહુમતી છતાં ઇમરાન ખાનને અા કારણો પાકિસ્તાનના વડાપ્રધાન બનતા રોકશે

Last Updated on July 30, 2018 by Karan

પાકિસ્તાનની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલા પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના વડા ઇમરાન ખાને દાવો કર્યો છે કે તેઓ 11 ઓગષ્ટના રોજ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. જો કે તેમની પાર્ટી પીટીઆઇને હજુ પણ બહુમત માટે જરૂરી મેજીક ફિગર મેળવી શકી નથી. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતથી ચૂંટાયેલા સાંસદો સાથે ઇસ્લામાબાદ સાથે મુલાકાત કર્યા બાદ ઇમરાન ખાને આ જાણકારી આપી હતી. ઇમરાનખાન પાસે ભલે 115 સીટની બહુમતી છે પણ તેમણે 6 સીટો ગુમાવવી પડશે અને અા બેઠકો પર ફરી ચૂંટણી યોજાશે. અામ હાલમાં પીપીપી પાસે માત્ર 109 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 137 બેઠકોની જરૂર છે. પીએમએલ-એન અને પીપીપીએ પાસેથી સહયોગની અપેક્ષા રાખવી જ અઘરી છે.

બીજી તરફ પાકિસ્તાનની અન્ય બે મુખ્ય પાર્ટીઓ પીએમએલ-એન અને પીપીપીએ સાથે મળીને નેશનલ એસેમ્બલીમાં નવી સરકાર સામે કડકાઇભર્યું વલણ અપનાવવાનું નક્કી કર્યું છે. ઇમરાન ખાનની પાર્ટીને ફક્ત 115 બેઠકો મળી છે જે બહુમતીના આંકડાથી 22 ઓછી છે. પીટીઆઇ નેશનલ એસેમ્બલીમાં ભલે મોટી પાર્ટી તરીકે ઉભરી હોય પરંતુ બહુમતિ ન મળવાથી પીટીઆઇ હવે સરકાર બનાવવા નાના પક્ષો અને અપક્ષ સાંસદોના સંપર્કમાં છે.

પાકિસ્તાનના કાયા મુજબ કોઇ પણ પાર્ટીએ સરકાર બનાવવા માટે તેની પાસે ઓછામાં ઓછી 137 બેઠકો હોવી જોઇએ પરંતુ આ ગણિત ધારીએ તેટલું સરળ નથી. કેમ કે પીટીઆઇના કેટલાક નેતાઓ અનેક બેઠકો પરથી જીત્યા છે અને તે ફક્ત એક જ બેઠક જાળવી શકે છે. ખુદ ઇમરાન ખાન પણ પાંચ બેઠકો પરથી ચૂંટણી જીત્યા છે અને તેમણે પણ 4 બેઠકો ખાલી કરવી પડશે. ઇમરાનખાન અપક્ષો પાસે હાલમાં મદદની અપેક્ષા રાખીને સરકાર બનાવાની કવાયત હાથ ધરી રહ્યાં છે.

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!