GSTV

હતા ત્યાંના ત્યાં / લોકડાઉન છતાં જગતનું પ્રદૂષણ પહોંચ્યુ રેકોર્ડ સ્તરે : હવે નહીં સુધરીએ તો ધરતીનું શું થશે?

Last Updated on October 25, 2021 by Zainul Ansari

2020નું વર્ષ આખા જગત માટે લોકડાઉન વર્ષ હોવાથી હવા પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો હતો. એ ઘટાડો જોકે થોડા સમય પુરતો જ હતો. ઔદ્યોગિક અને માનવીય પ્રવૃત્તિઓ શરૃ થતાં ફરીથી પ્રદૂષણ નવી ઊંચાઈએ પહોંચ્યુ હતું. વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (વિશ્વ હવામાન સંસ્થા)ના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે 2020માં હવા પ્રદૂષણ 1750 પછી સૌથી વધારે નોંધાયુ હતુ એટલે કે હવા પ્રદૂષણે નવો રેકોર્ડ સર્જ્યો હતો.

2020માં હવામાં કાર્બનના કણો દર દસ લાખ ભાગે (પાર્ટ્સ પર મિલિયન-પીપીએમ) 413.2 ભાગ નોંધાયા હતા. એટલે કે હવામાં કુલ 10 લાખ કણોમાં કાર્બનના 413થી વધારે કણ નોંધાયા છે. 1750થી જગતના હવા પ્રદૂષણની નોંધ રાખવામાં આવે છે. તેમાં આ આંકડો સૌથી ઊંચો છે. ઔદ્યોગિક ક્રાંતિ પહેલા જેવી હવા હતી તેના કરતા અત્યારે 149 ટકા વધારે પ્રદૂષિત થઈ છે. સ્કોટલેન્ડના શહેર ગ્લાસગોમાં વૈશ્વિક પર્યાવરણ સંમેલન COP26 નામની બેઠક ચાલી રહી છે. એ બેઠકમાં આ રિપોર્ટ રજૂ કરાયો છે.

આ પહેલા અમેરિકી હવામાન સંસ્થા ‘નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિઅરિક એડમિનિસ્ટ્રેશન (નોઆ)’એ આવો જ અહેવાલ રજૂ કરી જગતને ચેતવણી આપી હતી. એ રિપોર્ટ પ્રમાણે હવામાં કાર્બનના કણોનું પ્રમાણ દર દસ લાખ કણે ૪૧૨.૫ નોંધાયુ હતું. હવામાં કાર્બનના આ કણોનું પ્રમાણ ઘણું ઊંચુ ગણાય. આટલો કાર્બન હવામાં છેલ્લા ૩૬ લાખ વર્ષ દરમિયાન ક્યારેય નોંધાયો નથી છેલ્લા ૩૬ લાખ વર્ષમાં અત્યારે વાતાવરણમાં ઘાતક વાયુઓ કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ સૌથી વધારે છે.
કાર્બનનું પ્રમાણ વધવાથી શું થાય?

  • હવા પ્રદૂષિત થાય અને એ શ્વાસમાં જાય એટલે સંખ્યાબંધ બિમારીઓનો પણ શરીરમાં પ્રવેશ થાય.
  • ચામડીને પણ પ્રદૂષિત હવા નુકસાન કરે.
  • કાર્બન શોષી લઈ હવામાં ઓક્સિજન ઠાલવવાની જંગલોની ક્ષમતા ઘટી ગઈ છે. પાંદડાઓ પાતળા થવા લાગ્યા છે.
  • આંખોમાં બળતરા, માથાનો દુખાવો વગેરે પ્રશ્નો ઉભા થાય.
  • ગરમીમાં વધારો થાય અને ખેતપેદાશોની ઉત્પાદકતા ઘટે.

૨૦૨૦ના વર્ષમાં જગતની ઘણી ખરી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શાંત થઈ હોવા છતાં હવામાં ભળતાં કાર્બનનું પ્રમાણ માંડ સાત ટકા ઘટયું હતું. કેમ કે કાર્બન છેલ્લી દોઢ સદીથી તો સતત ઠલવાઈ રહ્યો છે. એકાદ વર્ષ ઔદ્યોગિક પ્રવૃત્તિ બંધ રહેવાથી કાર્બનના પ્રમાણમાં ખાસ ઘટાડો સંભવ નથી. ગ્લાસગો ખાતે રજૂ થયેલા રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે હવે નહીં સુધરીએ તો પછી ધરતીને બદતર હાલતથી કોઈ બચાવી શકશે નહીં. આ દરે પ્રદૂષણ ચાલતુ રહેશે તો ધરતીના તાપમાનમાં વધારો પણ અટકાવી નહીં શકાય.

ધરતી પર સતત વધી રહેલી નુકસાનકર્તા પ્રવૃત્તિને કારણે હવામાનની આ અવદશા થઈ છે. હવામાં કાર્બનનું આ પ્રમાણ વૈશ્વિક સરેરાશ છે. ક્યાંક કાર્બન વધારે હોય તો ક્યાંક ઓછો પણ છે. પરંતુ સરેરાશ એટલો વધારે છે કે શ્વાસ લેવો મુશ્કેલ થાય. કાર્બન ડાયોક્સાઈડ-મોનોક્સાઈડ ઉપરાંત ઘાતક વાયુ મિથેન પણ હવામાં વધ્યો છે. ૨૦૦૦ની સરખામણીમાં ૨૦૨૦માં હવામાં ૬ ટકા વધારે મિથેન ભળ્યો હતો.

Read Also

Related posts

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

Zainul Ansari

Big Breaking / ચોમાસુ સત્રમાં થયેલા હંગામાની શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહિત 12 રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ

Zainul Ansari

BIG NEWS / રાજકોટ-ઉપલેટા સહિત રાજ્યમાં સાત સ્થળોએ CBIના દરોડા, યુનિયન બેંક સાથે આચરાઇ 44.64 કરોડની છેતરપિંડી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!