GSTV
Gujarat Government Advertisement

ચોમાસા પછી શિયાળો આવવો જોઈએ તેની જગ્યાએ ગુજરાતના પાડોશી રાજ્યમાં ઉનાળો શરૂ થઈ ગયો

Last Updated on November 22, 2019 by Mayur

નવેમ્બરના છેલ્લા દિવસો હોવા છતાં મુંબઇ અને આજુબાજુનાં થાણે,અલીબાગ અને નવી મુંબઇ વગેરેમાં શિયાળાનો ગમતીલો અનુભવ નથી થઇ રહ્યો.ખાસ કરીને છેલ્લા એકાદ સપ્તાહથી મુંબઇગરાંને બપોરે ગરમી અને ઉકળાટનો અણગમતો અનુભવ થઇ રહ્યો છે.ગરમીથી રક્ષણ મેળવવા કોલેજમાં જતી વિદ્યાર્થિનીઓ અને નોકરીએ જતી અસંખ્ય યુવતીઓ ચહેરા પર સ્કાર્ફ ઢાંકીને બહાર નીકળે છે.જોકે રાત્રે મુંબઇના વાતાવરણમાં આછેરી ઠંડીનો પણ અનુભવ થાય છે.આમ મુંબઇ હાલ બે ઋતુનો વિચિત્ર અનુભવ કરી રહ્યું છે. બીજીબાજુ મહારાષ્ટ્રનાં ઘણાં સ્થળોએ પણ દિવસે ગરમી અને રાતે ઠંડી એમ બે ઋતુનું હવામાન છે.

હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૮ અને લઘુત્તમ તાપમાન ૨૪.૦ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૪ અને લઘુત્તમ તાપમાન ૨૨.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.બુધવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૦ અને લઘુત્તમ તાપમાન ૨૩.૦ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૬ અને લઘુત્તમ તાપમાન૨૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આ સરખામણીએ આજે કોલાબામાં અને સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો.એટલે કે મુંબઇમાં બપોરે ગરમી વધી રહી છે.

હવામાન ખાતાનાં સૂત્રોએ એવો વરતારો પણ આપ્યો હતોકે આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇમાં દિવસનું તાપમાન એક ડિગ્રી વધીને ૩૫ ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતા છે. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૩-૬૯ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૭૨-૫૫ ટકા નોંધાયું હતું.બુધવારે કોલાબામાં ભેજનું પ્રમાણ ૯૦-૭૪ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૮૮-૬૧ ટકા નોંધાયું હતું.ભેજના વધતા જતા પ્રમાણને કારણે વાતાવરણમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થાય છે. આજે મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડા અને વિદર્ભનાં અમુક સ્થળોએ પણ દિવસના તાપમાનમાં થોડો વધારો નોંધાયો હોવાના સમાચાર મળે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નાપાક ડ્રેગનની ચાલ/ કપટી ચીને ભારતની સીમા તટે શરૂ કરી બુલેટ ટ્રેન, અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ભારતીય સૈનિકોની બાજ નજર

pratik shah

બોલિવુડની અભિનેત્રી પાયલ રોહતગીને સોસાયટીના ચેરમેન સાથે ઝગડો કરવો પડ્યો ભારે, ગાળો ભાંડ્યા પછી થઈ ધરપકડ

pratik shah

ઇમરજન્સી/ કટોકટીની વરસીએ મોદી અને શાહે કોંગ્રેસની કાઢી આકરી ઝાટકણી : કાળખંડમાં થઈ સંસ્થાઓ ટાર્ગેટ, TWEET પર થયા TWEET

Bansari
Do NOT follow this link or you will be banned from the site!