GSTV
Home » News » રાજ્યમાં કોંગ્રેસનો રકાસ છતાં નહી છીનવાય પ્રમુખ પદ!

રાજ્યમાં કોંગ્રેસનો રકાસ છતાં નહી છીનવાય પ્રમુખ પદ!

દેશભરની જેમ મોદીના ગુજરાતમા પણ મોદી મેજીક એવો ચાલ્યો કે લોકસભા ચૂંટણીમાં ફરી કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા….વિધાનસભા ચૂંટણીમાં જે કોંગ્રેસ સારા પરિણામ લાવી શકી હતી.તે ગુજરાતમાં જ લોકસભા ચૂંટણીમાં રાખવામાં આવેલી આશા ઠગારી નીવડી છે.જોકે, કોંગ્રેસની સ્થિતિ એવી છે કે, મોદીના ગુજરાતમાં કોંગ્રેસના રકાસ છતા પાર્ટી પાસે ઠપકો આપવાના મુદ્દા નથી.

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના કારમા પરાજય છતાં આજે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ પાસે ગુજરાત કોંગ્રેસના નેતાઓને ઠપકો આપવાની સ્થિતિ દેખાતી નથી… વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પાર્ટીએ અમરેલી બેઠકથી લડાવી વિપક્ષ પદ રણનીતિ ઘડાઈ હતી..જોકે ચૂંટણીમાં કંઈ ઉકાળી શક્યા નથી..ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસની સ્થિતિ એવી થઈ છે કે, પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વને ગુજરાતના એક પણ નેતા પર ઠીકરુ ફોડવાનો મોકો નથી..કારણ કે, રાહુલ ગાંધી પોતાની પરંપરાગત સીટ અમેઠીથી હારી ગયા છે.

ગુજરાતમાં ફરી એક વખત ભાજપની ક્લિન સ્વીપ થઈ છે..છતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિત ચાવડાની ખુરશી જાય તેવી સંભાવના નથી..કદાચ દેશમાં કોંગ્રેસનું સારુ પ્રદર્શન હોત અને ગુજરાતમાં જ સીટો ન આવી હોત તો તેઓ સામે ચાલીને પદ છોડ્યુ હોત..અથવા તો તેમની પાસેથી રાજીનામુ લેવામાં આવ્યુ હોત…આંકલાવ વિધાનસભા બેઠકથી આવતા અમિત ચાવડાએ ભરતસિંહ માટે પ્રચારમાં વ્યસ્ત જોવા મળ્યા હતા..જોકે, હાઈપ્રોફાઈલ આ બેઠક પર પણ કોંગ્રેસની જીત થઈ નથી..પરંતુ આ સ્થિતિ તો સમગ્ર દેશમાં છે..ત્યારે અમિત ચાવડાને પ્રમુખ પદથી હટાવવા કોઈ રણનનીતિ પાર્ટી હાઈકમાન્ડ પાસે ન હોય તેમ મનાય છે.

ગુજરાત પ્રદેશ કક્ષાએ લોકસભાના પરીણામ બાદ હવે કોંગ્રેસ વિધાનસભાના વિપક્ષ નેતાની જગ્યા પર અન્ય ઓબીસી નેતાને લાવી શકે છે..અને પ્રદેશમાં પાર્ટી પ્રમુખ પર પાટીદાર નેતાને લાવવામા આવે…પરંતુ દેશભરના પરીણામ જોતા મોદી અને શાહની ગુજરાત ભૂમિ પર ગુજરાત કોંગ્રેસ પોતાના માળખામાં કેવા ફેરફાર કરે છે જોવુ રહ્યું.

READ ALSO

Related posts

ફેન્સને પસંદ આવી અશ્વિનની બેટિંગ, ઉડાવી ઋષભ પંતની મજાક

Kaushik Bavishi

હુડ હુડ દબંગ પર એવા બની રહ્યાં છે મીમ્સ, સલમાનની થઈ ડાયનાસોર સાથે તુલના

Kaushik Bavishi

આ મામલે અમદાવાદની અનેક શાળા કોલેજોને કરાઈ સીલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!