GSTV
Trending ગુજરાત

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

ગુજરાતની પ્રાચીન શિલ્પો ધરાવતી એકમાત્ર 1800 વર્ષ પ્રાચીન શૈલ બૌદ્ધ ગુફાઓ યાત્રાધામ વીરપુર તેમજ ખોડલધામ નજીક ખંભાલીડા ગામમાં આવેલી છે. આ ખંભાલિડા ગામ ભાદર નદીના કાંઠે સાતવડાની ટેકરીઓ વચ્ચે આવેલું છે. અહીંથી તદ્દન નજીક જગવિખ્યાત ખોડલધામ મંદિર અને વિરપુરનું જલારામબાપા મંદિર પણ આવેલું છે.

ગુજરાતમાં પ્રાચીન શિલ્પો ધરાવતી એકમાત્ર શૈલ બૌદ્ધ ગુફાઓ રાજકોટના ખંભાલીડા ગામમાં આવેલી છે. આ ઐતિહાસિક બૌદ્ધ ગુફાની શોધ મુંબઈ રાજ્યના ગુજરાત પુરાતત્ત્વ વિભાગના વડા પી.પી. પંડ્યાએ 1958 ના જુલાઈ મહિનામાં કરી હતી. અહીં હાલ 15 જેટલી ગુફાઓ જોઈ શકાય છે. આ ગુફાઓ ત્રીજી સદીના અંત ભાગે અને ચોથી સદીના આરંભે બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે.ગુફાના પ્રવેશ દ્વાર ઉપર જમણી તરફ પૂરા કદની અવલોકિતેશ્વર પદ્મપાણિ અને ડાબી બાજુ અવલોકિતેશ્વર વજ્રપાણિ બોધિસત્ત્વની મૂર્તિઓ કોતરવામાં આવી છે.

આ ગુફાઓના આગળના ભાગે ખુલ્લું મેદાન છે અને આ બધી ગુફાઓ એક ઝરણાના કિનારે આવેલી છે. આ ઝરણું ભાદર નદીને મળે છે. આ ઝરણાને કિનારે એક ઘટાદાર બોધિવૃક્ષ એટલે કે પીપળાનું ઝાડ પણ હયાત છે. ગુજરાતમાં આવેલી મોટા ભાગની બૌદ્ધ ગુફાઓ હીનયાન બૌદ્ધ સંપ્રદાયની છે પરંતુ, ખંભાલીડામાં આવેલી બૌદ્ધ ગુફાઓ મહાયાન સંપ્રદાયની છે. રાજકોટના નવનિયુક્ત કલેક્ટર અરુણ મહેશ બાબુએ બૌદ્ધ ગુફાઓના વિકાસ કામ અંગે કમર કસી છે. આ ઐતિહાસિક સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના રાજ્ય સ૨કા૨ના ખાસ પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે.

Read Also

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV