GSTV
Gujarat Government Advertisement

મોદીની ના ના છતાં યોગીના ખાસ અનુપચંદ્ર પાંડે બની ગયા ચૂંટણી કમિશ્નર, પાંડેને આ આયોજન ફળી ગયું

Last Updated on June 10, 2021 by Bansari

મોદી સરકારે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી અનુપચંદ્ર પાંડેની ઈલેક્શન કમિશ્નર તરીકે નિમણૂક કરીને આશ્ચર્ય સર્જ્યું છે. પાંડેની ગણના યોગીના ખાસ માણસ તરીકે થાય છે તેથી મોદી પાંડેને ચૂંટણી કમિશ્નર બનાવવા ઈચ્છુક નહોતા પણ પાંડે બીજા છેડા અડાડીને ચૂંટણી પંચમાં ગોઠવાઈ ગયા છે.

યોગીએ તેમને કેન્દ્રમાં કોઈ મોટા હોદ્દા પર મૂકાવવા બહુ મહેનત કરી હતી પણ મોદી તૈયાર ન હતાં

પાંડેને યોગીએ ૨૦૧૮માં ચીફ સેક્રેટરી બનાવ્યા ત્યારે યોગીની હાલત બહુ સારી નહોતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત અપાવવાનો પડકાર યોગી સામે હતો. પાંડેએ એ વખતે ખેડૂતો માટે દેવાં માફી સહિતની યોજનાઓનો અમલ કરાવીને યોગીની અબરૂ બચાવી હતી. પાંડે નિવૃત્ત થયા પછી યોગીએ તેમને કેન્દ્રમાં કોઈ મોટા હોદ્દા પર મૂકાવવા બહુ મહેનત કરી હતી પણ મોદી તૈયાર નહોતા થયા.

ચીફ ઈલેક્શન કમિશ્નર સુનિલ અરોરા નિવૃત્ત થતાં પાંડેએ લોબિઈંગ શરૂ કર્યું

એપ્રિલમાં ચીફ ઈલેક્શન કમિશ્નર સુનિલ અરોરા નિવૃત્ત થતાં પાંડેએ લોબિઈંગ શરૂ કર્યું હતું. પાંડેએ ૨૦૧૮માં ઉત્તર પ્રદેશ ઈન્વેસ્ટમેન્ટ સમિટનું સફળ આયોજન કર્યું ત્યારે અંબાણી, ગૌતમ અદાણી, રતન તાતા, કુમાર મંગલમ બિરલા વગેરે પહેલી વાર યુપી આવેલા. પાંડેને આ આયોજન ફળ્યું હોવાનું મનાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર/ DAની જાહેરાત પહેલાં આ સરકારી કર્મચારીઓ માટે આવ્યા આનંદના સમાચાર, મેડિક્લેમની મર્યાદા 5 ગણી વધી

Pritesh Mehta

કોરોના કાળમાં સરકારની કામગીરીથી લોકો નારાજ, વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ આરંભી: શું થશે ફેરફાર!

pratik shah

Healthy Tips / ડાયાબિટીસના દર્દીઓ જો આ પ્રકારે લંચ લેશે તો થશે અનેક ફાયદા, જાણો કઇ-કઇ ચીજો હોવી જરૂરી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!