GSTV
Home » News » નાણામંત્રીએ કર્યો એવો દાવો કે મોદી સરકારના શ્વાસ હેઠા બેસશે, પેટાચૂંટણીમાં ભાજપને પણ નડી રહ્યો છે આ મામલો

નાણામંત્રીએ કર્યો એવો દાવો કે મોદી સરકારના શ્વાસ હેઠા બેસશે, પેટાચૂંટણીમાં ભાજપને પણ નડી રહ્યો છે આ મામલો

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારામને કહ્યું છે કે, ભારત વિશ્વની સર્વાધિક તેજીથી વિકસિત થતી અર્થવ્યવસ્થામાંથી એક છે અને આને વધુ ગતિથી વિકસિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સીતારામને ગુરૂવારે ભારતીય પત્રકારોના સમુહને સંબોધતા જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) ભલે ભારતના વિકાસદરનું અનુમાન ઘટાડી દે પરંતુ દેશનું અર્થતંત્ર હજી પણ સૌથી તેજીથી વિકાસ કરી રહ્યું છે. તેઓ વોશિંગટન આ IMF અને વર્લ્ડ બેન્કની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા આવ્યા છે.

તેણે ભારત માટે વિકાસ અંદાજ ઓછો કરી દીધો છે

સિતારામને કહ્યું કે, જો કે આઈએમએના તાજેતરના અહેવાલમાં ભારત અને ચીન બન્નેનો વિકાસ દર 6.1 ટકા રહેવાનું અનુમાન દર્શાવાઈ રહ્યું છે, પરંતુ તે નિશ્વિત જ ચીન સાથે તુલના નહિં કરે. તેમણે કહ્યું કે, આઈએમએફે વિશ્વની તમામ અર્થવ્યવસ્થાઓ માટે વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. તેણે ભારત માટે વિકાસ અંદાજ ઓછો કરી દીધો છે.

ભારત હજું પણ વૈશ્વિક દ્રશ્યમાં ઝડપી વિકાસશીલ : સીતારમણ

આઇએમએફે મંગળવારે જાહેર થયેલા તેના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અહેવાલમાં, 2019માં ભારતનો આર્થિક વિકાસ દર 6.1 ટકા રહેવાની આગાહી કરી છે, જો કે તેને અપેક્ષા છે કે તે 2020 સુધીમાં સુધરશે અને દેશની આર્થિક વૃદ્ધિ સાત ટકા રહી શકે છે. આ (2019નો દર) ભારતનો વાસ્તવિક આર્થિક વિકાસ દર 2018 માં 6.8 ટકા કરતા ઓછો છે. સીતારામને કહ્યું કે કઈ પણ કહી શકાય છે, તેમ છતાં એ વાતને અવગણી શકાય નહીં કે ભારત હજી પણ વૈશ્વિક દૃશ્યમાં સૌથી ઝડપી વિકાસશીલ છે.

તમામ શક્ય પ્રયત્ન કરીશ

તેમણે કહ્યું, હું ઇચ્છું છું કે આ દર વધારે થઈ શકે. હું ઇચ્છું છું કે તે ઝડપથી વિકસી શકે. હું તેનો ઝડપથી વિકાસ થાય તે માટે તમામ શક્ય પ્રયત્નો કરીશ, પરંતુ તે એક તથ્ય છે કે ભારત હજી પણ તુલનાત્મક રીતે ઝડપથી વિકાસ પામી રહ્યું છે. સીતારામણે કહ્યું, આ સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાંની એક છે છે, પણ હું તેનાથી સંતુષ્ટ થવાની નથી. કેન્દ્રીય નાણાં પ્રધાને કહ્યું, આ આઠ નથી. આ સાત નથી. તે ઘટીને છ થઈ ગઈ છે. હા, તે બધા મહત્વપૂર્ણ છે. પરંતુ હું આ મુશ્કેલીઓ છતાં ભારત જે સંભાવના બતાવી રહ્યું છે તેને ઓછો અંદાજવા માંગતો નથી.

READ ALSO

Related posts

કોર્ટમાં જુબાની આપવા જઈશ તો જીવતી સળગાવી દઈશ, રેપ પીડિતાને બળાત્કારીની ધમકી

Karan

લો બોલો વોશિંગ મશીન, સોફા સેટ અને ફર્નિચરમાં ઘુસીને જઈ રહ્યા હતા USA, પોલીસે પકડ્યા પછી થયું એવું કે….

pratik shah

પાકિસ્તાને બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારત વિરુદ્ધ F-16 ફાઇટર પ્લેનનો કર્યો ઉપયોગ, અમેરિકાએ ખખડાવી નાંખ્યુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!