GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

બૉયફ્રેન્ડ કે પતિ હોવા છતાં મોટાભાગની મહિલાઓ ઇચ્છે છે બીજો પાર્ટનર, કરે છે આવા વિચારો

આજકાલ સંબંધોમાં અસુરક્ષાની ભાવના સતત વધતી જઇ રહી છે. રિલેશનશીપથી લઇને લગ્ન સુધીના સંબંધોમાં લોકો એકબીજા પર વિશ્વાસ કરતાં ડરે છે કે તેનો પાર્ટનર હંમેશા તેનો સાથ આપશે કે નહી. ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ અને લૉન્ગ ડિસ્ટન્ટ રિલેશનશિપમાં તેની સંભાવના વધી જાય છે.

તમને કદાચ વિશ્વાસ નહી થાય પરંતુ દરેક કામની જેમ હવે રિલેશનશિપમાં પણ પ્લાન બી બનાવવામાં આવી રહ્યો છે. પ્લાન બી એટલે કે બેકઅપ પાર્ટનર. એક અભ્યાસ અનુસાર આ વાતની જાણકારી સામે આવી છે.

ડેલી મેલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, આશરે 50 ટકા મહિલાઓ પોતાના બ્રેકઅપના સમય માટે એક બેકઅપ પ્લાન રાખે છે. જેનો અર્થ એ છે કે મહિલાઓના મજગમાં અવારનવાર અન્ય પુરુષનો ખ્યાલ આવે છે. જેને તે બ્રેકઅપના સમયે પ્લાન બીની જેમ યુઝ કરે છે.

ચોંકાવનારી વાત તો એ છે કે બીજો વિકલ્પ રાખવાના મામલે રિલેશનશીપમાં રહેતી મહિલાઓની અપેક્ષા પરણિત મહિલાઓ વધુ આગળ છે.

આખરે આ બ્રેકઅપ પાર્ટનર શું હોય છે? સ્ટડી અનુસાર મોટાભાગના કિસ્સાઓમાં તે કોઇ જૂનો મિત્ર હોઇ શકે છે જેના દિલમાં તે મહિલા માટે પહેલાંથી જ કોઇ ખાસ ફિલિંગ હોય. આ એક્સ બૉયફ્રેન્ડ કે એક્સ હસબન્ડ પણ હોઇ શકે છે. સ્ટડી અનુસાર અન્ય વિકલ્પ તરીકે ઑફિસનો કોઇ સહકર્મી કે જિમ ફ્રેન્ડ પણ મહિલાઓના મગજમાં રહે છે.

આ સર્વેમાં આશરે 1000 મહિલાઓએ હિસ્સો લીધો અને તેમાંથી મોટાભાગની મહિલાઓનું કહેવું હતું કે તે કોઇ એવો પ્લાન બી ઇચ્છે છે જેને તે લાંબા સમયથી જાણતી હોય.

સાથે જ દરેક 10માંથી 1 મહિલાનું કહેવું હતું કે તેના બેકઅપ પાર્ટનર પોતાની ભાવનાનો ઇઝહાર પહેલાંથી જ કરી ચુક્યા છે. મોટાભાગની મહિલાઓનું તેવું પણ કહેવું છે કે વર્તમાન રિલેશનશિપમાં જ તેને તે વાતનો અંદાજ છે કે તે બાદ તેનો પ્લાન બી કોણ બની શકે છે.

કેટલીક મહિલાઓએ તો તેમ પણ માન્યું કે તેના બેકઅપ પાર્નર માટે તે બિલકુલ તેવું જ મહેસૂસ કરે છે જેવું તે વર્તમાન પાર્ટનર માટે કરે છે.

અભ્યાસ અનુસાર 12 ટકા મહિલાઓનું કહેવું હતું કે કેના કરંટ પાર્ટનરની તુલનામાં પ્લાન બી પાર્ટનર તરફ તેમની ફીલીંગ્સ વધુ સ્ટ્રોંગ છે.

સર્વેમાં હિસ્સો લેનારી મોટાભાગની મહિલાઓએ તે પણ સ્વીકાર્યુ કે તેના કરંટ પાર્ટનરને તેના બેક્પ પ્લાન વિશે જાણકારી છે.

સર્વે અનુસાર જ્યાં કેટલીક મહિલાઓના પાર્ટનર બેકઅપ પ્લાન સાથે સંબંધિત મજાક આરામથી કરી શકે છે જ્યારે કેટલાંક લોકો બેકઅપ પ્લાનની ચર્ચાથી અસહજ થઇ જાય છે.

મોટાભાગની મહિલાઓનું કહેવું છે કે તેમના બેકઅપ પાર્ટનર કરંટ પાર્ટનરના મિત્ર છે. સાથે જ સર્વેમાં કેટલીક એવી મહિલાઓ હતી જેનું માનવું હતું કે તે પોતાના પ્લાન બીને લઇને પૂરી રીતે સુનિશ્વિત નથી.

એક ઑનલાઇન માર્કેટ રિસર્ચ કંપનીના સ્પોક્સમેને સર્વે પર ડેલી મેલને જણાવ્યું કે મહિલાઓના પ્લાન બી પર કરવામાં આવેલા આ રિસર્ચના પરિણામ ચિંતાજનક છે.

આ ખબરથી પુરુષો પણ પરેશાન થઇ શકે છે. બની શકે છે કે તે પોતાના પાર્ટનરને લઇને પહેલાંથી જ સજાગ બની જાય અને તેની સાથે સારી રીતે વર્તે જેથી તેના સાથીને પ્લાન બીની જરૂર જ ન પડે.

Read Also

Related posts

ભિલોડાના કિશનગઢમાં ઘરમાં ગોંધી રાખેલ મહિલાને મુક્ત કરાઈ, 10 વર્ષથી પતિ આપતો હતો માનસિક તેમજ શારિરીક ત્રાસ

pratik shah

ડેપ્યુટી સીએમના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, નિયમોનો છડે ચોક થયો ભંગ

pratik shah

શહેરમાં નજીવા વરસાદ બાદ પણ હાલાકી, ચોમાસામાં ખાડા પડવાનો સિલસિલો આ વર્ષે પણ યથાવત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!