GSTV
Home » News » કોપર-ટી લગાવ્યા છતાં મહિલા થઈ ગર્ભવતી, બાળકના જન્મ પછી આવ્યું સત્ય

કોપર-ટી લગાવ્યા છતાં મહિલા થઈ ગર્ભવતી, બાળકના જન્મ પછી આવ્યું સત્ય

ગર્ભધારણ રોકવા માટે દંપતિ નિરોધ, કોપર ટી, નસબંધી, ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ ગર્ભનિરોધનો ઉપયોગ કરનાર મહિલા પણ ગર્ભવતી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે ઘણા દંપતિ સાથે બને છે કે નિરોધ સો ટકા સફળ સાબિત થતા નથી અને ગર્ભ રહેતો હોય છે પરંતુ આ કિસ્સો ચર્ચાસ્પદ એટલે થયો કે જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે તેના હાથમાં તેના હાથમાં કોપર-ટી જોવા મળી.

અમેરિકાના ટેક્સાસમાં લૂસી હેલન નામની મહિલાએ નવ માસ બાદ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. બાળકના જન્મ બાદ આ ઘટના વધારે ચર્ચામાં આવી. કારણ કે લૂસી બાળક ઈચ્છતી ન હતી તેથી તેણે ગર્ભનિરોધ લગાવ્યું હતું. જો કે તેના નસીબમાં બાળક હશે તેથી તે નિરોધ લગાવ્યા બાદ પણ ગર્ભવતી થઈ. કોપર-ટી લગાવ્યાના ચાર માસમાં જ લૂસી ગર્ભવતી થઈ અને બાળકના જન્મ પછી તેણે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી જે ખૂબ વાયરલ થઈ રહી છે.  સોશિયલ મીડિયામાં શેર થયેલી આ તસવીરમાં જોવા મળે છે કે જે બાળકનો જન્મ થયો છે તેના હાથમાં કોપર-ટી છે. ડોક્ટરોએ પણ આ ઘટનાને આશ્ચર્યજનક ગણાવી છે.

READ ALSO

Related posts

IFS અધિકારી વિવેક કુમારને વડાપ્રધાન મોદીનાં પર્સનલ સેક્રેટરી તરીકે નિમણૂંક અપાઇ

Riyaz Parmar

મુંબઈનાં કોલાબામાં તાજ હોટલ પાસે એક બિલ્ડીંગમાં લાગી આગ, 1નું મોત અન્ય ઘાયલ

Mansi Patel

ગુજરાતની સંવેંદનહિન સરકાર, પાક વિમાથી બચવા છુપાવી આ માહિતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!