GSTV
Home » News » સરકાર પરત લાવી આપશે તમારો ચોરાયેલો મોબાઇલ,સિમ કાર્ડ અને IMEI નંબર બદલાય તો પણ ચિંતા નહી કારણ કે….

સરકાર પરત લાવી આપશે તમારો ચોરાયેલો મોબાઇલ,સિમ કાર્ડ અને IMEI નંબર બદલાય તો પણ ચિંતા નહી કારણ કે….

ઘણીવાર એવું બનતું હોય છે કે તમારો ફોન ખોવાઇ જાય કે ચોરી થઇ જાય છે. પરંતુ તેનું સિમ કાર્ડ અથવા આઇએમઇઆઇ નંબર બદલવાના કારણે તેને શોધી કાઢવો મુશ્કેલ બની જાય છે. સરકાર આગામી મહિને તમારી આ સમસ્યાનું સમાધાન લાવશે.

સરકાર આગામી મહિને આવા ટેક્નોલોજી આધારિત સમાધાનની શરૂઆત કરવા જઇ રહી છે જેના દ્વારા સિમ કાર્ડ અથવા આઇએમઇઆઇ નંબર બદલવામાં આવે તેમ છતાં ખોવાઇ ગયેલા કે ચોરી થયેલા ફોનને શોધી શકાશે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ ટેલિમેટિક્સ (સી-ડીઓટી)એ ટેક્નોલોજી તૈયાર કરી લીધી છે અને તેની શરૂઆત ઓગસ્ટથી થાય તેવી શક્યતા છે.

દૂરસંચાર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, સી-ડૉટ પાસે ટેક્નોલોજી તૈયાર છે. સંસદ સત્ર બાદ દૂરસંચાર વિભાગ મંત્રીનો આ પ્રણાલીની શરૂઆત માટે સંપર્ક કરશે. આ આગામી મહિને શરૂ થાય તેવી શક્યતા છે.

દૂરસંચાર વિભાગે જુલાઇ 2017માં નકલી મોબાઇલ ફોન અને ચોરીની ઘટનાઓ ઘટાડવાના લક્ષ્ય સાથે સી-ડૉટને ‘સેન્ટ્રલ એક્વિપમેન્ટ આઇડેંટીટી રજીસ્ટર ‘ (સીઇઆઇઆર) વિકસિત કરવાનું કામ આપ્યુ હતું. સરકારે સીઆઇઆરની રચના માટે 15 કરોડ રૂપિયા ફાળવ્યાં હતાં. સીઇઆઇઆર પ્રણાલી સિમ કાર્ડ કાઢવા અથવા આઇએમઇઆઇ નંબર બદલવા છતાં ચોરી અથવા ગુમ થયેલા ફોન પર તમામ પ્રકારની સેવાઓ બંધ કરી દેશે.

Read Also

Related posts

જમ્મુ કાશ્મીરમાં યુવકે બનાવી શાનદાર સ્નો કાર, ફોટો પડાવવા લોકોની પડાપડી થઈ

Ankita Trada

અમિત જેઠવા હત્યા કેસ : દીનુ બોઘાએ જામીન માટે કરી અરજી, કોર્ટ લીધો આ નિર્ણય

Nilesh Jethva

વીમાના વળતરના નામે મજાક : ખેડૂતને 25 હજારના નુકસાન સામે 100 રૂપિયાનો ચેક મળ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!