યુપી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપમાંથી રાજીનામુ આપવાની હોડ જામી છે. હાલમાં ભાજપમાંથી 3 મંત્રીઓ સહિત 9 ધારાસભ્યો રાજીનામા આપી ચુકયા છે.એ પછી થયેલા એબીપી-સી વોટર સર્વેના તારણો સામે આવ્યા છે.જેમાં 50 ટકા લોકોનુ માનવુ છે કે, મોટી ઉલટફેર પછી પણ ભાજપ સત્તા પર પાછી ફરશે.28 ટકા લોકોનુ કહેવુ છે કે, આ વખતે સપાની સરકાર બનશે.સર્વેમાં સામેલ નવ ટકા લોકોનુ કહેવુ છે કે, આ વખતે બસપા સરકાર બનાવશે.માત્ર 6 ટકા લોકો કોંગ્રેસની સરકાર બનશે તેવી આશા રાખી રહ્યા છે. બે ટકા જ લોકોનુ માનવુ છે કે, કોઈને બહુમતિ નહીં મળે.

સીએમ યોગીના કામકાજ અંગે 44 ટકા લોકોનુ કહેવુ છે કે તેમનુ કામ સારુ છે અને 20 ટકા લોકો તેમના કામને સરેરાશ માને છે.જ્યારે 36 ટકા લોકોએ યોગીનુ કામ ખરાબ હોવાનુ કહ્યુ છે. આ આંકડો ભાજપ માટે ચિંતાજનક છે તેવુ કહી શકાય.

Read Also
- શિક્ષિકા બની છેતરપિંડીનો શિકાર / પાન અપડેટ કરવું મોંઘુ પડ્યું, ખાતામાંથી ઉડી ગયા 1 લાખ
- સરકાર ક્યારે સાંભળશે? છેલ્લા 72 કલાકથી આમરણાંત ઉપવાસ પર વેટરનરી તબીબો, કેટલાકની તબિયત લથડી
- નીતિશ કુમારના પગલાથી શિવસેના ખુશ, ભાજપ વિરુદ્ધ સર્જાયુ તોફાન
- કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું
- નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં