GSTV
Home » News » અમિત શાહ અને મને 12 વર્ષ સુધી હેરાન કર્યા છે, મને પણ આ લોકો જેલમાં મોકલવાના હતા

અમિત શાહ અને મને 12 વર્ષ સુધી હેરાન કર્યા છે, મને પણ આ લોકો જેલમાં મોકલવાના હતા

નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં મન મૂકીને વરસ્યા હતા. જેઓએ આજની બેઠકમાં પોતાની સરકારના 80 મીનિટ સુધી ગુણગાન ગાવાની સાથે કોંગ્રેસની પણ આકરી ઝાટકણી કાઢી હતી. સીબીઆઈથી લઇને અમિત શાહને લઇને કોંગ્રેસ સહિત ગઠબંધનમાં સામેલ પક્ષો સામે મોદીએ આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ તો મને પણ આ લોકો જેલમાં ધકેલવાના હતા. મને અને અમિત શાહને તો 12-12 વર્ષ સુધી આ લોકોએ હેરાન કર્યા હોવાનું જણાવી કોંગ્રેસની ધૂળ કાઢી નાખી હતી.

ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા પોતાના મુખ્યમંત્રી કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો. જોકે પ્રધાનમંત્રી પશ્વિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને છત્તિસગઢમાં લગાવાયેલ સીબીઆઇ પર પ્રતિબંધનું ઉદાહરણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, આ લોકોએ એવા શું કામ કર્યા કે તેમની ઉંઘ હરામ થઇ ગઇ અને તેમને ડર લાગી રહ્યો છે.

પીએમએ વધુમાં કહ્યું કે, હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો તો 12 વર્ષ સુધી સતત કોંગ્રેસ, તેમના સાથીઓ અને તેમના ઇશારા પર ચાલનાર સિસ્ટમે, તેમના રિમોટથી ચાલનારા નેતાઓ અને અધિકારીઓએ, તેમની તમામ પક્ષે તમામ પ્રકારે મને હેરાન કરવાનું કામ કર્યું હતું. તે લોકોએ એક પણ મોકો છોડ્યો નથી.

કોંગ્રસ સરકાર પર પ્રહાર કરતા પીએમએ કહ્યું કે, ‘તેમની એક પણ એજન્સી એવી ન હતી કે જેણે ને હેરાન ન કર્યો હોઇ. એટલું જ નહીં, 2007માં કોંગ્રેસના એક મોટા નેતા(જે મંત્રી હતા) ગુજરાત આવ્યા તો ચૂંટણી સભામાં દાવો કરી દીધો હતો કે મોદી થોડા મહિનામાં જેલ ભેગા થશે. વિધાનસભામાં કોંગ્રેસના નેતા ભાષણ આપતા હતા કે મોદી જેલ જવાની તૈયારી કરે, હવે મુખ્યમંત્રી છે તો જેલની સફાઇ રાખો કેમ કે તમારે જિંદગી જેલમાં વિતાવવાની છે.’

મોદીએ આ અધિવેશનમાં જમાવ્યું હતું કે, કોંગ્રેસે ભારતને 10 વર્ષ પાછળ ધકેલી દીધું છે. વર્, 2004થી 2014માં ભારત અંધકારમાં ધકેલાયું છે. પીએમએ કહ્યું કે, તમારે તમામે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટનો નિર્ણય સાંભળવો પડશે. આ નિર્ણયથી સ્પષ્ટ થઇ ગયું છે કે કોઇ પ્રકારે UPA સરકારનો એક માત્ર એજન્ડા હતો કે કોઇ પણ પ્રકારથી મોદીને ફંસાઓ અને અમિત શાહને તેમણે જેલમાં ધકેલી દીધા હતા. પરંતુ અમે ક્યારેય એવો નિયમ નહોતો બનાવ્યો કે સીબીઆઇ અથવા આવી કોઇ સંસ્થા ગુજરાતમાં ઘુસી ન શકે. અમારી પાસે પણ સત્તા હતા, અમે પણ કાયદો જાણતા હતા પરંતુ અમને સત્ય અને કાયદા પર વિશ્વાસ હતો. આ લોકો પોતાના કાળા કારનામાઓના ખુલાસા થવાથી ડરી રહ્યા છે.

Related posts

ગુરૂ બંધુ નાના ભાઇની વ્હારે આવ્યા! મુકેશ અંબાણી અનિલની કંપની RCom ખરીદે તેવી શક્યતા

Riyaz Parmar

હાફિઝની ધરપકડ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આપ્યુ પોતાનુ નિવેદન

Kaushik Bavishi

બની રહી છે નદીમાં તરતી હોટલ, 2020 માટે અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે લોકો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!