રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આકાશને આ ચાઈનીઝ બલૂનથી રંગી દેવાયું

રાજય સરકાર દ્વારા ચાઈનીઝ તુકકલ પર પ્રતિબિંધ હોવા છતાંય અમદાવાદ શહેરમાં ચાઇનીઝ તુક્કલો ઉડતી જોવા મળી હતી. અમદાવાદ શહેરના ઘણા વિસ્તારમાં ચાઈનીઝ તુકકલ ઉડી રહ્યા છે. જેના કારણે પોલીસ કમિશનરના જાહેરનામાનો રિતસરનો ભંગ થતો જોવા મળ્યો હતો. અને તુક્કલ માટેના કડક કાયદો માત્ર કાગળ પર હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યુ હતું. નોંધનીય છેકે ચાઇનીઝ તુકક્લના કારણે છેલ્લા કેટલાય વર્ષોથી આગના બનાવો વધ્યા છે. જેને લઇને ચાઇનીઝ તુક્કલ ઉડાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ચાઇનીઝ તુક્કલો વેચતા લોકો પર કડક હાથે કાર્યવાહી કરાઇ છે. આમ છતાં ઘણા લોકો ચોરી છૂપીને તુક્કલો વેચી નફો રળતા હોય છે. અને ઘણા લોકો આવી તુક્કલો ઉડાવીને લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter