GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં ‘BAD’ સ્થિતી: નવા કેસોમાં આંશિક ઘટાડો છતાં હોસ્પિટલમાં ક્યાંય બેડ ખાલી નથી, આગામી 10 દિવસ જાળવજો

Last Updated on May 4, 2021 by Pravin Makwana

અમદાવાદમાં કોરોનાની ઘાતકી લહેરે હાહાકાર મચાવ્યા બાદ હવે નવા નોંધાતા કેસોમાં ૨૫ એપ્રિલ બાદ આંશિક ઘટાડો શરૂ થયો છે. આ સંદર્ભમાં આગામી ૧૦ દિવસના સમયગાળાને મહત્ત્વનો સમજવામાં આવી રહ્યો છે. ઘટાડો સતત ચાલુ રહે અને સાજા થઈને ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યા વધે તો ‘પીક’ પૂરી થઈ ગણાશે. હાલ કેટલાક હકારાત્મક સંકેતો મળે છે પણ હોસ્પિટલો પરનું બર્ડન – દબાણ હજુ જરા પણ ઓછું થયું નથી. આજે પણ ઓક્સિજન સાથેની બેડ કે આઇસીયુ બેડ ક્યાંય ખાલી નથી.

કોરોના

આ અંગે એક સિનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે હોસ્પિટલના બેડ ખાલી થવા માંડશે ત્યારે લોકોને ખરેખર રાહતનો અનુભવ થશે. આ માટે હજુ દસેક દિવસ લાગશે. હાલ તા. ૨૫મીએ ૫૭૯૦ કેસ સુધી આંકડો પહોંચી ગયો હતો તે ૨જી મેએ ૪૬૮૩ ઉપર આવી ગયો છે. ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા ૨૨ એપ્રિલે ૯૭૬ ત્રણ આંકડામાં હતી તે ૨જી મેએ વધીન ૩૫૧૦ની થઈ છે. ડોમ અને અર્બન હેલ્થ સેન્ટરો ઉપર ટેસ્ટ કરાવવા લાગતી લાંબી લાંબી લાઇનોમાં ઘટાડો થયો છે.

બીજી તરફ ઓક્સિજન ઘટતો હોય તેવા ગંભીર દર્દીને દાખલ કરવાનું આજે પણ એટલું જ અઘરૂં છે. તંત્રમાં બેઠેલા અધિકારીઓ કઈ હોસ્પિટલમાં કઈ કેટેગરીની કેટલી બેડ ખાલી છે તેનું સોફ્ટવેર આજે પણ વિકસાવી શકેલ નથી. હાઇકોર્ટની કડક ટીકા બાદ હોસ્પિટલની બહાર દેશી ઢબે બોર્ડ મુકવાનું ચાલુ કરાયંો છે, તેમાં પણ ક્યાંય પારદર્શકતા દેખાતી નથી.

નવી કેસો ઘટયા, ડિસ્ચાર્જ વધ્યા

તારીખનવા દર્દીડિસ્ચાર્જ
૨૧ એપ્રિલ૪૮૨૧૯૧૯
૨૨ એપ્રિલ૫૧૪૨૯૭૬
૨૩ એપ્રિલ૫૪૧૧૧૨૪૮
૨૪ એપ્રિલ૫૬૧૭૧૫૮૫
૨૫ એપ્રિલ૫૭૯૦૧૫૯૦
૨૬ એપ્રિલ૫૬૧૯૧૭૬૦
૨૭ એપ્રિલ૫૬૬૯૧૯૩૦
૨૮ એપ્રિલ૫૬૭૨૨૨૦૬
૨૯ એપ્રિલ૫૨૫૮૨૫૦૪
૩૦ એપ્રિલ૫૩૯૧૨૯૫૬
૧ મે૪૯૮૦૩૧૮૨
૨ મે૪૬૮૩૩૫૧૦

હોસ્પિટલમાં કેટલા બેડ ભરાયેલા છે અને કેટલા ખાલી છે, તે આંકડા સાચા છે કે નહીં તેની કોઈ તપાસ કરશે ? આવી માહિતી કોમ્પ્યુટરાઇઝડડ હોય અને તેના માટે તંત્ર સેન્ટ્રલ ડેસ્ક બનાવે તો દર્દીને સરળતા ના પડે ? ૧૦૮ મરજિયાત કરાવ્યા બાદ આવી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની જરૂર હતી તે કરી શકાયેલ નથી.

કેસ

ઉપરાંત મ્યુનિ.ની હોસ્પિટલના ભરાયેલા અને ખાલી બેડના આંકડા સાંજે જાહેર કરાય છે, તેમાં માત્ર ઓક્સિજન બેડ અને આઇસીયુ બેડના જ આંકડા જાહેર કરાય છે અને તે પણ ભેગા એટલે આઇસીયુ બેડ ખરેખર કેટલા ખાલી છે તે સમજી શકાતું નથી. સાદા, ઓક્સિજન બેડ, આઇસીયુ બેડ અને વેન્ટીલેટર સાથેના બેડ કેટલા ભરાયેલા છે અને કેટલા ખાલી છે તેવી સરળ માહિતી જાહેર નથી કરાતી. મ્યુનિ. તંત્ર સરળતા એટલે નથી ઇચ્છતું કે તેમના આંકડાના ગોટાળા જાહેર થઈ જાય, તેવી છાપ ઉપસી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel

ખુશખબર / 2,00,00,000 લોકો કોરોનાથી થયા સાજા, મોદી સરકારને ફક્ત ડરાવી રહ્યો છે આ આંક

Bansari

મ્યુકરમાઈકોસિસ/ અમદાવાદ અને સુરતમાં 400 કેસ : કોરોના કરતાં પણ ખતરનાક છે રોગ, હવે રોજ વધશે 100 કેસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!