GSTV
Home » News » PM મોદીનો એક એક નિર્ણય પાકિસ્તાનને હચમચાવી નાખશે, તમને પ્રશ્ન હોય કે શું કર્યું તો વાંચો આ સમાચાર

PM મોદીનો એક એક નિર્ણય પાકિસ્તાનને હચમચાવી નાખશે, તમને પ્રશ્ન હોય કે શું કર્યું તો વાંચો આ સમાચાર

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઇને દેશભરમાં આક્રોશ છે. ત્યારે શુક્રવારે સરકારે એક પછી એક કાર્યવાહી કરીને પ્રપંચી પાડોશી પાકિસ્તાન ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે આવો જાણીએ પુલવામા હુમલા બાદ સરકારે અત્યાર સુધી ક્યાક્યા પગલા ભર્યા છે. પુલવામામાં સીઆરપીએફના જવાનોની શહાદતને દેશવાસીઓમાં આક્રંદ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વીરસપૂતોની શહાદતનો બદલો લેવા માટે તેમજ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કેન્દ્ર સરકાર ઉપર ભારે દબાણ ઉભું થયું છે. પીએમ મોદીએ પણ આકરી કાર્યવાહીના સંકેત આપી દીધા છે.

પીએમ મોદીની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટની સુરક્ષા બાબતોની મહત્વની બેઠક યોજાઇ. જેમાં નાણાપ્રધાન, સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન, ત્રણેય સેનાના પ્રમુખ, એનએસએ સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા. જેમાં ષડયંત્રકારીઓ સામે કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી.

સીસીએસની બેઠક બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગુપ્તચર એજન્સી આઇબી અને રોના ઉચ્ચઅધિકારોની સાથે બેઠક કરી.

ભારતે 1996માં વેપારમાં પ્રાથમીકતા ધરાવતો આ દરજ્જો પાકિસ્તાનને આપ્યો હતો. જો કે પાકિસ્તાને ભારતને આ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો ન હતો. ત્યારે ભારતે પાકિસ્તાન પાસેથી એમએનએફનો દરજ્જો પરત લઇ લેતા દ્વિપક્ષીય વેપાર ઘટી જશે.

પાકિસ્તાનમાં ભારતના રાજદૂત અજય બિસારિયાને વિદેશ મંત્રાલયે દિલ્હી પરત બોલાવી દીધા. તેમની પાસેથી પાકિસ્તાનની આંતરિક સ્થિતિ અને કૂટનૈતિક મુદ્દાઓ પર સલાહ લેવામાં આવી છે.

વિદેશ સચિવ વિજય ગોખલેએ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઇકમિશનર સૌહેલ મેહમુદને બોલાવીને ફટકાર લગાવી. વિદેશ સચિવે મેહમુદને વિરોધ પત્ર સોંપીને જવાબદાર આતંકીઓ પર તાત્કાલીક કાર્યવાહીની માગણી કરી.

દિલ્હી અને ઝાંસીની રેલીમાં પીએમ મોદીએ દેશવાસીઓના આક્રોશને વાચા આપતા આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાનો તેમજ પાકિસ્તાનને પાઠ ભણાવવાનું આશ્વાસન આપ્યું.

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ હુમલાના બીજા દિવસે શ્રીનગર પહોંચી ગયા. જ્યાં તેમણે રાજ્યપાલ, સુરક્ષાદળો તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક યોજીને યોગ્ય કાર્યવાહીના નિર્દેશ આપ્યા.

આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને અલગ થલગ પાડવાનો ભારતે પ્રયાસ શરૂ કરી દીધો. જે અંતર્ગત વિદેશ સચિવે 25 દેશોના રાજદૂત સાથે બેઠક કરીને તેમને પાકિસ્તાનની કરતૂતો વિષે જાણકારી આપી.

READ ALSO

Related posts

બ્રિટનની મહારાણી આપી રહી છે નોકરી, જાણો તેના માટે કેટલા યોગ્ય છો તમે?

Nilesh Jethva

બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો ગોળીબાર,બાર માલિક સહિત 11 લોકોનાં મોત

Mansi Patel

બાલાકોટ એરસ્ટ્રાઇક મુદ્દે સૈન્યનું મોટું નિવેદન: રાજકિય પક્ષો ભલે ગમે તે દાવા કરે પરંતુ…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!