દેશની સેવા કરવા માટે લાખોની નોકરી છોડી આર્મીમાં જોડાઈ, પિતા હતા CM

ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના સાંસદ પોખરિયાલ નિશંક પોતાની દીકરી શ્રેયશી નિશંક પર ખૂબ જ ગૌરવ મહેસૂસ કરી રહ્યાં છે. શ્રેયશીએ આર્મી મેડિકલ સર્વિસના MOBC 224ના કોર્સને સફળતાપૂર્વક કરીને કેપ્ટન બની ગઇ.

તેમની તેનાતી રૂડકીના આર્મી હોસ્પિટલમાં થઈ છે, જ્યાં તેઓ ઘાયલ સૈનિકોની સારવાર કરે છે. દીકરીની આ સફળતા પર પોખરીયાલ નિશંક ખૂબ ખુશ છે. શ્રેયશીએ સેના માટે પોતાની લાખોની નોકરી છોડી દીધી હતી.

એક અખબાર મુજબ, પોખરિયાલે કહ્યું કે તેમના પરીવારમાંથી કોઈ સેનામાં નથી. તેઓ ઈચ્છતા હતા કે કોઈ જાય. દીકરીએ આવુ કરીને તેમના પરીવારનું ગૌરવ વધાર્યુ છે.

જણાવાઈ રહ્યું છે કે મોરેશિયસમાં એક આંતરરાષ્ટ્રીય મેડિકલ યૂનિવર્સિટીમાં શ્રેયશીને નોકરી મળી હતી, પરંતુ શ્રેયશીએ દેશમાં જ કામ કરવાનો નિર્ણય લીધો. તેઓ બાળપણથી તબીબ બનવા માંગતી હતી, પરંતુ 2 વર્ષ પહેલા મિલિટ્રીને લઇને તૈયારી શરૂ કરી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter