GSTV
Home » News » ટીએમસીના પ્રવક્તાના અમિત શાહ પર પ્રહાર, કહ્યું કે અમારી પાસે છે આ પુરાવા

ટીએમસીના પ્રવક્તાના અમિત શાહ પર પ્રહાર, કહ્યું કે અમારી પાસે છે આ પુરાવા

પશ્ચિમ બંગાળના કોલકત્તામાં અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસાને લઈને બંગાળનું રાજકારણ ગર્માયુ છે. આજે ટીએમસીના પ્રવક્તા ડેરેક ઓ બ્રાયનએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપના અધ્યક્ષ અમિત શાહ પર બહારથી ગુંડાઓ લઈને આવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ભાજપના નેતા તેજિંદર બગ્ગાને નિશાના પર લેતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિ રેલી કરી શકે છે પરંતુ બહારના લોકોનું શું? તેજિંદર બગ્ગા કોણ છે? તે એકવાર એરેસ્ટ થઈ ચુક્યો છે, શું આ એ વ્યક્તિ નથી જેણે દિલ્લીમાં એક વ્યક્તિને થપ્પડ મારી હતી?

ટીએમસી પ્રવક્તાએ કહ્યું કે અમારી પાસે પુરાવા તરીકે બે ફોટાઓ છે, જેનો સંબંધ ચુંટણી સાથે છે. અમારે કેન્દ્રિય સુરક્ષાબળો સાથે વ્યક્તિગત રંજિશ નથી. અમારા લોકો પાસે જે બે ફોટાઓ છે તેનાથી સાબિત થાય છે કે બંગાળમાં કેન્દ્રિય સુરક્ષાબળ ભાજપ સાથે છે. ડેરેકના આરોપ પર બગ્ગાએ જણાવ્યું કે મને કોઈ ગંભીરતાથી લેતુ નથી. હું તેમને પડકાર આપુ છુ કે તેઓ સાબિત કરી બતાવે કે હું હિંસાથી 500 મીટરના અંતર પર હોય. જો હું ખોટો સાબિત થાવ તો રાજનીતિ છોડી દઈશ અને જો તેઓ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ રહે તો તેમણે રાજનીતિ છોડવી પડશે

READ ALSO

Related posts

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel

ટીએમસીના મમતાની આ ઉમેદવાર શા માટે મોજા પહેરીને લોકો સાથે હાથ મિલાવતી હતી

Path Shah

48 મેગાપિક્સલના કેમેરા સાથે Redmi Note 7S થયો લોન્ચ, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!