પ્રદિપસિંહ બાદ નીતિનભાઈ પટેલ પહોંચ્યા હોસ્પિટલમાં, અાજે મુંબઈમાં થશે સર્જરી

ગુજરાતના મંત્રીમંડળની દશા બેસી ગઈ છે. એક પછી એક મંત્રીઓ સર્જરીઓ કરાવવા લાગ્યા છે, પ્રદીપસિંહ જાડેજા પર કેન્સરની સર્જરી થયા પછી હવે નીતિન પટેલ પણ ઘૂંટણની સર્જરી કરાવવા માટે ગુરુવારે મુંબઇ પહોંચી ગયા છે. સમગ્ર દેશમાં ગુજરાત 25,000 ઘૂંટણની સર્જરી સાથે પ્રથમ નંબરે છે. આવા સંજોગોમાં નાયબ મુખ્યમંત્રી અને જેમની પાસે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો પણ હવાલો છે તેવા નીતિન પટેલ મુંબઇ બ્રિચકેન્ડીમાં સર્જરી કરાવવા પહોંચ્યા છે. નાયબ મુખ્યમંત્રીના કાર્યલયે નીતિન પટેલ બે અઠવાડિયા સુધી સચિવાલય નહી આવે તેમ જણાવ્યુ હતુ. ગુજરાતના મંત્રી મંડળની હાલમાં માઠી દશા બેસી ગઈ છે. ગુજરાતના સંકટમોચકો હાલમાં સંકટમાં અાવી ગયા છે. પ્રદિપસિંહ જાડેજા અને નીતિનભાઈ પટેલ રૂપાણી સરકાર માથે અાવતા તમામ સંકટો દૂર કરવામાં માહેર છે. રૂપાણી સરકારની ડૂબતી નૈયાના અા બંને મંત્રીઓ તારાણહાર છે. જેઓ હાલમાં ખુદ હોસ્પિટલમાં પહોંચી ગયા છે. 

 બે-ત્રણ દિવસ હોસ્પિટલમાં જ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે

બે- અઢી વર્ષથી તેમને ઘુંટણના ઘસારાથી તકલીફ હતી. સતત વ્યસ્તતાને કારણે નીતિન પટેલ કામચલાઉ સારવાર લઈ રહ્યા હતા. યુનિકમ્પાર્ટમેન્ટલ ની-રિપ્લેસમેન્ટ એ લેટેસ્ટ આર્થોપ્લાસ્ટી છે. આ સર્જરીમાં ઘુંટણના ત્રણ કમ્પાર્ટમેન્ટ પૈકી જ્યાં સૌથી વધુ ઘસારો હોય ત્યાં રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે. જે એક સામાન્ય સર્જરી છે. બે-ત્રણ દિવસ હોસ્પિટલમાં જ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. 

અાજે થશે ઘૂંટણની સર્જરી

વિદેશના નાગરિકો પણ ઘૂંટણની સર્જરી માટે ગુજરાત પર પસંદગી ઉતારે છે. આવા સંજોગોમાં રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ મુંબઇની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં જોઇન્ટ રીપ્લેસમેન્ટ માટે ગુરુવારે પહોંચી ગયા છે. તેમના ઘૂંટણની સર્જરી તા. 30 નવેમ્બર, શુક્રવારે રોજ થશે. નીતિન પટેલ પર શુક્રવારે સર્જરી થઇ ગયા પછી તેઓ રવિવારે ગુજરાતમાં પરત ફરશે તેવું હાલના તબક્કે આયોજન છે. ઉલ્લેખનીખ છે કે, નીતિન પટેલ છેલ્લા બે વર્ષથી ઘૂંટણના સાંધાના ઘસારાથી પીડાતા હતા. તબીબની સલાહ પછી તેમણે ઘૂંટણની સર્જરી કરાવવાનું નક્કી કરતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter