GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

દિલ્હી મુખ્ય સચિવ વિવાદ: AAPનો મુખ્ય સચિવ પર અભદ્ર ભાષા વાપરવાનો આરોપ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની સરકાર એક નવા વિવાદમાં ફસાતી દેખાઈ રહી છે. આરોપ છે કે મુખ્યપ્રધાન નિવાસસ્થાને દિલ્હી રાજ્યના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારામારી કરવામાં આવી છે. જો કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ઓફિસે આવી કોઈપણ પ્રકારની ઘટના બની હોવાના આરોપોને રદિયો આપ્યો છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર મુખ્ય સચિવ અંશુ પ્રકાશે થપ્પડ મારવાનો અને અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે દિલ્હી સરકાર દ્વારા મુખ્ય સચિવ અંશુ પ્રકાશના આરોપોને રદિયો આપવામાં આવ્યો છે. આ બધું મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની હાજરીમા થયું હોવાના આરોપ બાદ દિલ્હી આઈએએસ એસોસિએશને હડતાલનું એલાન કર્યું છે. ભાજપે મુખ્ય સચિવ સાથે ગેરવર્તનની ઘટનાને વખોડી છે.

આમ આદમી પાર્ટી દ્વારા નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે દિલ્હીના અઢી લાખ પરિવારોના આધાર નંબર રેશનિંગ કાર્ડ સાથે જોડાયેલા નહીં હોવાથી તેમને રેશનિંગની વસ્તુઓ મળી રહી નથી. જેને કારણે આવા મતવિસ્તારોના ધારાસભ્યો પર લોકોનું મોટું દબાણ છે. આના પર ધારાસભ્યોની બેઠકો હતી.

આમ આદમી પાર્ટીનો આરોપ છે કે મુખ્ય સચિવે કેટલાક ધારાસભ્યો વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને કોઈ સવાલનો જવાબ આપ્યા વગર ચાલ્યા ગયા હતા. સંગમ વિહાર પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જારવાલે મુખ્ય સચિવ વિરુદ્ધ જાતિસૂચક શબ્દો વાપરવાનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરી છે.

દિલ્હી સરકારને વિપક્ષના આકરા વિરોધનો સામનો કરવાની પણ ફરજ પડી છે. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની માફીની માગણી પણ કરી છે.

આ મામલે આઈએએસ સંગઠને બેઠક કરી છે અને તેના સંદર્ભે ઉપરાજ્યપાલને ફરિયાદ પણ કરી છે. આઈએએસ એસોશિએસન દ્વારા આરોપી ધારાસભ્યોની ધરપકડની માગણી કરવામાં આવી છે. કાર્યવાહી થવા સુધી આઈએએસ અધિકારીઓ હડતાલ પર ચાલ્યા ગયા છે. આઈએએસ એસોસિએશને આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં હાલ બંધારણીય સંકટનો માહોલ છે. સમગ્ર ઘટના મામલે મુખ્ય સચિવે ફરિયાદ દાખલ કરવાના મુદ્દે ચર્ચા-વિચારણા કરવા માટે એલજી સાથે મુલાકાત પણ કરી છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને થપ્પડ મારવાના આરોપોને નિરાધાર ગણાવ્યા છે. તેમણે મુખ્ય સચિવ પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. એક ન્યૂઝ ચેનલની સાથેની વાતીચીતમાં દિલ્હીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને મુખ્ય સચિવ સાથે તેમણે મારામારી કરી હોવાનું સાબિત કરવા માટે દિલ્હી પોલીસને પડકાર ફેંક્યો છે.

Watch Video :

Related posts

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah

લો બોલો જમ્મુ કાશ્મીરનાં શોપિયામાં એક વ્યક્તિને તેના અશ્વ સાથે કરાયો ક્વોરન્ટાઈન, કારણ છે અનોખું

pratik shah

PM મોદીની બે ગજની દૂરીની વાત દેશવાસીઓના ગળે ઉતરી પરંતુ બીજેપીનાં મંત્રીના તો આ નિયમ ઘોળીને પી ગયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!