GSTV
Ahmedabad Trending ગુજરાત

જન્માષ્ટમી / નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઈસ્કોન મંદિરમાં દર્શન કર્યા, યશુમતીનંદનજીની યાદમાં બહાર પાડવામાં આવશે ચલણી સિક્કો

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા ઈસ્કોન મંદિરમાં દર્શન કર્યા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી દેશ કોરોના મુક્ત થાય અને રાજ્યમાં સારો વરસાદ પડે તેવી પણ પ્રાર્થના કરી હતી. તેમણે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે યશુમતીનંદનજીની યાદમાં વડાપ્રધાન દ્વારા ચલણી સિક્કો બહાર પાડવામાં આવશે.

નીતિન

ડાકોરમાં રણછોડજીની કંકુ તિલક વિધિ અને અભ્યંગ સ્નાન

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે જન્માષ્ટમીની ઉજવણીનો અનેરો ઉમંગ ઉત્સાહ સવારથી જ જોવા મળ્યો. વહેલી સવારે મંગળા આરતી થઇ તો જન્માષ્ટમી નિમિત્તે રાજા રણછોડરાયને કંકુ તિલક કરાયું તો સોનાના શંખથી અભ્યંગ સ્નાન પણ કરાવાયુ હતુ. આ અભ્યંગ સ્નાન વર્ષમા બે વખત કરવામા આવે છે.

ડાકોર

એક જન્માષ્ટમી અને બીજી કાળી ચૌદસે સોનાના શંખથી રણછોડરાયજીને અભ્યંગ સ્નાન કરાવામાં આવે છે. સવારે મંગળા આરતી બાદ શ્રીજીને કંકુ તિલકની વિધિ કરાઇ તો એ પછી સોનાના શંખથી અભ્યંગ સ્નાન કરાવવામાં આવ્યું હતુ. શ્રીજીને મધ, પંચામૃત, આમળા તેમજ કેસર સ્નાન કરાવવામાં આવ્યું. જન્માષ્ટમીએ શ્રીજીને નિરખવા સવારથી જ ભકતોનુ ઘોડાપુર પણ જોવા મળ્યુ.

વ્હાલાના વધામણા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ

આજે શ્રાવણ વદ આઠમ. એટલે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ.વ્હાલાંના વધામણાં કરવા માટે સમગ્ર વિશ્વમાં વસવાટ કરતા ભક્તો થનગની રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આવેલા ભગવાન શ્રીકૃષ્ણના સુપ્રસિદ્ધ મંદિરોમાં આનંદ અને ઉત્સાહભેર શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

ડાકોર

જન્માષ્ટમી નિમિતે દ્વારકા, ડાકોર તેમજ શામળાજીમાં દિવસભર શ્રીજીના મનોહર સ્વરૂપના દર્શનનો લ્હાવો ભક્તોને મળશે. જ્યારે કે રાત્રે 12 વાગ્યે પરંપરા અને ધાર્મિક વિધિવિધાન મુજબ નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયાલાલ કી…ના જયઘોષ સાથે કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવવામાં આવશે. સરકારે કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે જન્માષ્ટમીની ઉજવણીની છૂટ આપતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો કોરોનાના નિયમોના પાલન સાથે મંદિરોમાં ભગવાનના દર્શન કરી શકશે.

Read Also

Related posts

“બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર

Siddhi Sheth

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછાળા મારતા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા

pratikshah

આયર્નની ઉણપ હોય ત્યારે શરીર આ સંકેત આપે છે, તેને તરત ઓળખો, નહી તો ગંભીર તકલીફ થશે

Hina Vaja
GSTV